હિન્દુ રાષ્ટ્રનો ઉદ્દેશ દુનિયાને એ સત્ય જણાવવાનો છે કે, વિવિધતા સ્વભાવિક છે અને એકતા જ સત્ય છે : મોહન ભાગવત

હિન્દુ રાષ્ટ્રનો ઉદ્દેશ દુનિયાને એ સત્ય જણાવવાનો છે કે, વિવિધતા સ્વભાવિક છે અને એકતા જ સત્ય છે : મોહન ભાગવત

(એજન્સી)              લંડન તા.૦૭
લંડનમાં RSS પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે લોકો પોતાની ‘કર્મભૂમિ‘ પ્રત્યે ઈમાનદાર રહે અને પોતાને મજબૂત કરે, જેથી તેઓ કર્મભૂમિની સાથે માનવતાની સેવા પણ કરી શકે.
ભાગવતે બ્રિટનમાં રહેતા ભારતીય મૂળના લોકોને કહ્યું કે જો કોઈની પાસે ભારતની સેવા માટે વધારાના સાધન અને સમય હોય, તો તે બ્રિટન પ્રત્યે વફાદાર રહેતા આવું કરી શકે છે. આ નિવેદનનો સમય અને તે કયા કાર્યક્રમમાં આપવામાં આવ્યું, તેની માહિતી નથી.
ભાગવતે કહ્યું- "આપણે આપણી કર્મભૂમિ પ્રત્યે ઈમાનદાર રહી શકીએ છીએ અને પોતાને મજબૂત કરી શકીએ છીએ, જેથી આપણી કર્મભૂમિની સાથે-સાથે માનવતાની સેવા પણ કરી શકીએ."
આ આયોજન ‘સેલિબ્રેશન ઓફ વનનેસ’ થીમ પર થયું હતું. તેને બ્રિટનમાં ૧૯૬૬થી કામ કરી રહેલા સંગઠન ‘હિન્દુ સ્વયંસેવક સંઘ યુકે‘ (HSS UK) એ આયોજિત કર્યું હતું. મોહન ભાગવતે કહ્યું કે ઉપરથી દુનિયામાં ઘણા પ્રકારના ભેદ દેખાય છે, પરંતુ અંદરથી બધા એક જ છે. વિવિધતા કુદરતી છે, તેથી બધાનો આદર થવો જોઈએ. હિન્દુ રાષ્ટ્રનો ઉદ્દેશ્ય દુનિયાને આ સત્ય જણાવવાનો છે કે વિવિધતા સ્વાભાવિક છે અને એકતા જ સત્ય છે.