G-7 રાષ્ટ્રો પણ ટ્રમ્પના માર્ગે : પ્રતિબંધ મુકવાની ભારતને ધમકી આપી

G-7 રાષ્ટ્રો પણ ટ્રમ્પના માર્ગે : પ્રતિબંધ મુકવાની ભારતને ધમકી આપી

(એજન્સી)        વોશીંગ્ટન, તા.૨
યુક્રેન સામે યુદ્ધ લડી રહેલા રશીયા પર દબાણ સર્જવા તથા ગમે તે ભોગે યુદ્ધ સમાપ્ત કરાવવા મથતા અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પને હવે જી-૭ દેશોએ પણ ટ્રમ્પની ભાષા બોલવાનું શરૂ કર્યુ હોય તેમ રશીયા પાસેથી ક્રુડ ખરીદતા દેશોને નિશાન બનાવવાનું જાહેર કર્યું છે અને તે માટે વેપાર પ્રતિબંધ સહિતના પગલા લેવાનો ઈશારો કર્યો છે.
ભારત-ચીનને જ નિશાન બનાવવાનો પ્લાન હોવાના નિર્દેશ છે. અગાઉ ટ્રમ્પે જી-૭ દેશોને આવી કાર્યવાહી કરવા સુચવ્યુ હતું પરંતુ તેઓ માન્યા ન હતા હવે ટ્રમ્પના દબાણથી બોલ બદલાયા છે. બુધવારે ય્૭ એ જાહેરાત કરી હતી કે રશિયા પર દબાણ લાવવા માટે સંયુક્ત પગલાં લેવામાં આવશે. ય્૭ ના નાણામંત્રીએ જણાવ્યું હતું કે યુક્રેન સામેના આક્રમણને કારણે રશિયાની આવક ઘટાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.