અમેરિકી વિદેશમંત્રી માર્કો રૂબિયો જામનગરના મહેમાન બનશે

અમેરિકી વિદેશમંત્રી માર્કો રૂબિયો જામનગરના મહેમાન બનશે

(એજન્સી)    નવી દિલ્હી, તા.૧૪
અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો આગામી ૧૭ ઓકટોબરથી ૨૨ ઓકટોબર સુધી ભારતના પ્રવાસે આવી રહ્યા છે. આ દરમ્યાન તેઓ ગુજરાતમાં જામનગરની મુલાકાત પણ લેશે. ભારત સાથેના વ્યુહાત્મક દ્વીપક્ષી સંબંધો વધુ મજબૂત બનાવવા તથા ઉર્જા સરકાર વધારવાની વાતચીત પર ફોકસ રહેવાના સંકેત છે.
અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો આગામી દિવસોમાં ભારતની સત્તાવાર મુલાકાતે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ આર્થિક રાજધાની મુંબઈની સાથે-સાથે ગુજરાતના જામનગરની પણ મુલાકાત લેવાના છે.
બંને દેશો વચ્ચે વ્યુહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા અને ઉર્જા ક્ષેત્રે સહયોગ વધારવાની સંભાવનાઓ પર ચર્ચા કરવા માટે આ પ્રવાસ અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
અમેરિકાના વિદેશ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા સત્તાવાર નિવેદન અનુસાર, ભારત આવતા પહેલા માર્કો રૂબિયો ઉઝબેકિસ્તાનના સમરકંદ જશે, જ્યાં તેઓ મિનિસ્ટ્રિયલ મીટિંગ‘ માં ભાગ લેશે.