અમેરીકા-ઈરાન યુધ્ધને પગલે ક્રુડના ભાવમાં ભારે ભડકો : વિશ્વની અર્થવ્યવસ્થા બરબાદ થઈ જશે
નવી દિલ્હી,તા.13:
ક્રૂડ ઓઈલના ભાવમાં જે ભય હતો તે જ જોવા મળ્યો હતો. વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ ફરી વધ્યા છે, આજે તા.13 જુલાઈના રોજ ક્રૂડ ઓઈલ 4.12 ટકા મોંઘુ થયું છે.આંતરરાષ્ટ્રીય તેલ બજારમાં બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવમાં 4.12 ટકાથી વધુનો વધારો થયો છે. બ્રેન્ટ ઓઇલ 3.21 ડોલર વધીને 79.22 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. બે દિવસ પહેલા, તેની કિમત 70 ડોલરની નીચે આવવાની નજીક હતી, પરંતુ અમેરિકા અને ઈરાન વચ્ચે ત્રીજી વખત યુદ્ધવિરામ તૂટી પડતાં અને યુદ્ધ ફરી શરૂ થતાં, તેલના ભાવમાં તીવ્ર ઉછાળો આવ્યો છે. જ્યારે બ્રેન્ટ ક્રૂડ ઓઇલ 79.22 ડોલર પ્રતિ બેરલ પર પહોંચ્યું છે. શું ક્રૂડ ઓઇલ 120 ડોલર સુધી પહોંચી જશે આ ભય ફરી એકવાર દુનિયાને સતાવી રહ્યો છે. યુએસ-ઈરાન યુદ્ધે ભાવમાં વધારો કર્યો છે.


