અમેરીકામાં ૩ નવેમ્બરે યોજાનારી મીડટર્મ ચૂંટણીમાં ટ્રમ્પની હાર નિશ્ચિત : લોકપ્રિયતા તળીયે પહોંચી
વોશિંગ્ટન તા.ર૦
તાજેતરના રોઇટર્સ/ઇપ્સોસના સર્વે મુજબ, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું અપ્રોવલ રેટિગ ઘટીને ૩૧ ટકા થઈ ગયું છે, જે તેમના કાર્યકાળનું સૌથી નીચલા સ્તરે છે. મતદાનમાં, ૪૭ ટકા મતદારોએ ડેમોક્રેટ્સને મત આપવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, જેનાથી કોંગ્રેસની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીની હારની શક્યતા વધી ગઈ છે.અમેરિકામાં ૩ નવેમ્બરે યોજાનારી મધ્યસત્ર ચૂંટણીઓ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પક્ષ માટે પડકાર ઉભો કરી શકે છે.
ફુગાવા, ઈરાન સાથે યુદ્ધ અને ટ્રમ્પની ઘટતી લોકપ્રિયતા વચ્ચે, રિપબ્લિકન પાર્ટી કોંગ્રેસમાં પોતાનો બહુમતી જાળવી રાખવા માટે એક પડકાર બની ગઈ છે. રિપબ્લિકન પાર્ટી ૧૦ મુખ્ય ઓપિનિયન પોલ્સમાંથી માત્ર એકમાં જ આગળ છે.
મધ્યસત્ર ચૂંટણીઓ રાષ્ટ્રપતિની પસંદગી કરતી નથી. તે યુએસ કોંગ્રેસના બંને ગૃહો - હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ અને સેનેટમાં બેઠકો માટેની ચૂંટણીઓ છે.


