જાે ચૂંટણી સોગંદનામામાં ખોટી માહિતી હોય તો કોઈપણ વ્યક્તિ ફોજદારી ફરિયાદ દાખલ કરી શકે છે : સુપ્રિમ કોર્ટ

જાે ચૂંટણી સોગંદનામામાં ખોટી માહિતી હોય તો કોઈપણ વ્યક્તિ ફોજદારી ફરિયાદ દાખલ કરી શકે છે : સુપ્રિમ કોર્ટ

નવી દિલ્હી,તા.૨૦:
સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે ચૂંટણી સોગંદનામામાં ખોટી માહિતી આપવા અથવા મહત્વપૂર્ણ તથ્યો છુપાવવા બદલ ચૂંટાયેલા ઉમેદવાર સામે કોઈપણ વ્યક્તિ ફોજદારી ફરિયાદ દાખલ કરી શકે છે. ચૂંટણી પંચ અથવા સરકારી અધિકારી તરફથી ફરિયાદ જરૂરી નથી. જોકે, કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે દરેક ફરિયાદ માટે ફોજદારી કાર્યવાહી જરૂરી નથી. ન્યાયાધીશ દીપાંકર દત્તા અને શીલ નાગુની બેન્ચે જણાવ્યું હતું કે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, ૧૯૫૧ ની કલમ 125i હેઠળના ગુનાઓ ફોજદારી કાર્યવાહી સંહિતા (CrPC) ની કલમ ૧૯૫(૧) હેઠળ આવરી લેવામાં આવતા નથી. આ ર્નિણય રાજકુમાર માડકીની અપીલ પર આવ્યો હતો, જેમણે ૨૦૨૩ માં કર્ણાટકના બિદરથી ચૂંટાયેલા ધારાસભ્ય ડો. શૈલેન્દ્ર બેલદાલે સામે ફરિયાદ દાખલ કરી હતી.