રૂા.૧૦ હજારથી વધુના યુપીઆઈ પેમેન્ટ માટે હવે એક કલાક રાહ જાેવી પડશે
(એજન્સી) નવી દિલ્હી,તા.10:
જો તમે UPI અથવા IMPS દ્વારા કોઈને રૂ.10,000 થી વધુ રકમ મોકલો છો, તો તમારે પૈસા આવવા માટે એક કલાક સુધી રાહ જોવી પડી શકે છે. રિઝર્વ બેંક દેશમાં વધતી જતી ડિજિટલ છેતરપિડીને રોકવા માટે એક મોટા પગલા પર વિચાર કરી રહી છે. નવી યોજના હેઠળ, રૂ.10,000 થી વધુ રકમના ડિજિટલ વ્યવહારો (UPI અથવા IMPS) પર 1 કલાક સુધીનો કૂલિગ પીરિયડ લાગુ કરી શકાય છે. 2025 સુધીમાં ઓનલાઈન છેતરપિંડીને કારણે થતું નુકસાન રૂ.22,000 કરોડથી વધુ થવાનો અંદાજ છે. પરિણામે, રિઝર્વ બેંક કૂલિગ-ઓફ પીરિયડ પર વિચાર કરી રહી છે. આનાથી ટ્રાન્સફર એક કલાક માટે બ્લોક થઈ જશે, એટલે કે જે વ્યક્તિને પૈસા મોકલવામાં આવી રહ્યા છે તે વ્યક્તિને એક કલાક સુધી પૈસા મળશે નહીં.


