વન નેશન, વન ઈલેકશન : 39 સાંસદોની જેપીસી આજથી 3 દિવસ ગુજરાતની મુલાકાતે
(બ્યુરો) ગાંધીનગર તા.19
વન નેશન, વન ઈલેકશન મામલે રચાયેલી જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી (જેપીસી)એ અલગ અલગ રાજ્યોમાં જઈ રાજકીય પક્ષો અને અધિકારીઓ સાથે પરામર્શ શરૂ કર્યો છે. આજથી ત્રણ દિવસ જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીના 39 સભ્યો ગુજરાતમાં આવી રહ્યા છે. પ્રિયંકા ગાંધી, સંબિત પાત્રા, બાંસુરી સ્વરાજ સહિતના સાંસદો ગિફ્ટ સિટીમાં રોકાણ કરશે. ત્રણ દિવસની ગુજરાત મુલાકાત દરમિયાન જેપીસીના સભ્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિવિધ રાજકીય પક્ષના આગેવાનો અને રાજ્યના ટોંચના અધિકારીઓ સાથે બેઠક કરી અભિપ્રાયો મેળવશે.
વન નેશન, વન ઈલેકશન માટે રચાયેલી જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીના અધ્યક્ષ તરીકે કાયદાવિદ પી.પી. ચૌધરી છે. તે સિવાય લોકસભાના 27 અને રાજ્યસભાના 12 સાંસદો મળીને કૂલ 39 સભ્યો છે.


