એચડીએફસી બેંકે સાઇબર સુરક્ષા જાગૃતિ અભિયાન હેઠળ ૧.૮ લાખથી વધુ નાગરિકોને જાગૃત કર્યા
બેંકે સમગ્ર દેશમાં સાઇબર છેતરપિંડી અંગે જાગૃતિ પેદા કરવા માટે ૮,૮૦૦થી વધુ વર્કશોપ યોજી
અમદાવાદ, તા.ર૩
સાઇબર છેતરપિંડી અટકાવવાની વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા અને ગ્રાહકોમાં જાગૃતિ વધારવાની પોતાની કટિબદ્ધતાના ભાગરૂપે, એચડીએફસી બેંકે ‘સાઇબર ફ્રોડ સુરક્ષા’નામના દેશવ્યાપી જાગૃતિ અભિયાન હેઠળ ૮,૮૦૦થી વધુ વર્કશોપ યોજી હતી. જુલાઈથી ઑક્ટોબર ૨૦૨૬ દરમિયાન યોજાયેલી આ વર્કશોપ દ્વારા બેંકે સમગ્ર દેશમાં ૧.૮ લાખથી વધુ નાગરિકો સુધી પહોંચીને તેમને જાગૃત કર્યા હતા. આ વર્કશોપ યોજવા પાછળનો હેતુ શાળાઓ અને કૉલેજાેના વિદ્યાર્થીઓ, વરિષ્ઠ નાગરિકો, રેસિડેન્ટ વેલ્ફેર એસોસિયેશન્સ (આરડબ્લ્યુએ), કૉર્પોરેટ ઑફિસો, સામુદાયિક મંચો, સ્વસહાય જૂથો, ગ્રાહકો અને કર્મચારીઓને જાગૃત કરવાનો હતો. આ ઇન્ટરેક્ટિવ સત્રો દ્વારા સહભાગીઓને ડિજિટલ બેંકિંગની સુરક્ષિત પદ્ધતિઓ વિશે ઉપયોગી જાણકારી મળી હતી, જેથી તેઓ સાઇબર છેતરપિંડીનો ભોગ બનતા અટકી શકે. આ વર્કશોપમાં ડિજિટલ સુરક્ષાને વધુ સારી રીતે સમજવામાં મદદરૂપ થાય તેવા વિવિધ મહત્ત્વપૂર્ણ વિષયોને આવરી લેવામાં આવ્યા હતા.
૧. સાઇબર છેતરપિંડી અંગે જાગૃતિ:ડિજિટલ અરેસ્ટ, રોકાણ સંબંધિત છેતરપિંડી, નોકરીના નામે છેતરપિંડી, એપીકે ફાઇલ સ્કેમ, ક્યુઆર કૉડ સ્કેમ વગેરે સહિત સાઇબર છેતરપિંડીનાં તાજેતરના વલણો વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
૨. સુરક્ષિત નેટ-બેંકિંગ અને શૉપિંગ માટેનાં સૂચનો:આ સેશનમાં સુરક્ષિત ઑનલાઇન લેવડદેવડ માટેની શ્રેષ્ઠ પદ્ધતિઓ અંગેજાણકારી પૂરી પાડવામાં આવી હતી. આ સાથે જ,વિજિલ આન્ટીનું મહત્ત્વ સમજાવીને સુરક્ષિત ઑનલાઇન શૉપિંગ માટે ઉપયોગી સૂચનો આપવામાં આવ્યાં હતાં.
૩. છેતરપિંડીથી બચવા માટેનાં સાવચેતીનાં પગલાં સહભાગીઓને ઓટીપી, સીવીવી, ડેબિટ/ક્રેડિટ કાર્ડની વિગતો અને યુપીઆઈપિન જેવી સંવેદનશીલ માહિતી કોઈની સાથે પણ શૅર નહીં કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
બેંક ગ્રાહકોને ડિજિટલ લેવડદેવડ કરતી વખતે સાવચેત રહેવા અને બેંકિંગની સુરક્ષિત પદ્ધતિઓ અપનાવવા તેમજ પોતાની ગુપ્ત બેંકિંગ માહિતી કોઈની સાથે પણ શૅર ન કરવા પ્રોત્સાહિત કરે છે. જાે કોઈ ગ્રાહક છેતરપિંડીનો ભોગ બને,તો તેમણે તાત્કાલિક પોતાની નજીકની બેંક શાખાનો સંપર્ક કરવો જાેઈએ અને ૧૯૩૦ (નેશનલ સાઇબરક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલનો હેલ્પલાઇન નંબર) ઉપર કૉલ કરવો જાેઈએ.


