ભારે વરસાદથી શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો થયો

અતિવૃષ્ટિ જેવી સ્થિતિ વચ્ચે ખેતરોનું ધોવાણ થવાથી હાલ શાકભાજીના ભાવમાં પ્રતિકિલો ૩૦થી ૪૦ રૂપિયાનો વધારો થયો છે

ભારે વરસાદથી શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો થયો
AzerNews

(સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ, તા.૩
ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતો અને ગ્રાહકો બંનેની ચિંતા વધારી દીધી છે. ખાસ કરીને, અમદાવાદના શાકભાજી બજાર પર આ વરસાદની ગંભીર અસર જાેવા મળી રહી છે, જેના કારણે શાકભાજીઓની આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને તેના સીધા પરિણામે ભાવમાં વધારો થયો છે.
આ કમોસમી વરસાદને કારણે વેલા વાળા શાકભાજીની આવક ૨૦ થી ૩૦ ટકા જેટલી ઘટી છે. 
ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે કારેલા, ગલકા, અને તુરીયા જેવા શાકભાજીની આવકમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. ખેતરોમાં પાણી ભરાઈ રહેવાના કારણે વેલના શાકભાજીમાં પાણીનું પ્રમાણ વધી ગયું છે, જેના લીધે તેની ગુણવત્તા  નબળી પડી છે. કેટલાક વિસ્તારોમાં તો શાકભાજી કોહવાઈ ગયાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે, જેનાથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે. પાણીવાળા શાકભાજીની ગુણવત્તા સારી ન હોવાથી બજારમાં તેની ખરીદી પણ ઓછી થઈ રહી છે.
કમોસમી વરસાદની સૌથી મોટી અસર પંજાબથી આવતા વટાણા પર જાેવા મળી છે. વટાણાની આવકમાં ૭૦ ટકાનો જંગી ઘટાડો નોંધાયો છે. આવક ઘટતાં, જે વટાણા અગાઉ ૧૫ દિવસ પહેલા રૂ. ૮૦-૧૨૦ પ્રતિ કિલોના ભાવે મળતા હતા, તેનો હાલનો હોલસેલ ભાવ રૂ. ૧૨૦-૧૫૦ સુધી પહોંચી ગયો છે.
બજારના વેપારીઓના મતે, ખેતરોમાંથી પાણી ઓસરતા હજુ સમય લાગશે, જેના કારણે હજુ એક અઠવાડિયા સુધી શાકભાજીની આવક અનિયમિત રહેવાની શક્યતા છે. જ્યાં સુધી નવી અને સારી ગુણવત્તાવાળી આવક શરૂ નહીં થાય ત્યાં સુધી શાકભાજીના ભાવમાં રાહત મળવાની શક્યતા ઓછી છે.
શાકભાજીના હોલસેલ ભાવ પર એક નજર (કિલોદીઠ)
શાકભાજી     ૧૫ દિવસ પહેલા     આજનો ભાવ ( હોલસેલ કિલોદીઠ ભાવ)
વટાણા     ૮૦-૧૧૦      ૧૨૦-૧૫૦
કારેલા      ૮-૨૦         ૧૦-૩૦
વાલોડ     ૩૫-૪૫       ૫૦-૬૦
ટામેટા      ૧૦-૨૦        ૧૫-૨૫
દૂધી         ૭-૪૦         ૧૦-૨૫ 
ભીંડા       ૩૦-૪૦       ૫૦-૭૦
પરવાળ     ૭૦-૬૦       ૨૦-૭૦
ગવાર        ૩૦-૪૦     ૬૦-૭૦
ચોરી         ૧૦-૩૦       ૫૫-૬૦