જૂનાગઢ એસ.ટી. વિભાગ દ્વારા કાયમી પોસ્ટીંગ મળતા સન્માન કરાયું
જૂનાગઢ, તા.૧૦
જી. એસ. આર. ટી. સી. જૂનાગઢ વિભાગ કર્મચારી મંડળના મહામંત્રી દિલિપભાઇ રવિયા સિનિયર આસિસ્ટન્ટમાં પ્રમોશન સાથે કાયમી પોસ્ટિંગ મળતા જૂનાગઢ એસ ટી ડેપોનાં કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા કર્મચારી મંડળના પ્રમુખ ગભરૂભાઈ લાલુની અધ્યક્ષતામાં દિલીપભાઇ રવિયાનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું અને દિલીપભાઈ રવૈયાનેં શુભેચ્છા પાઠવી હતી.


