લાહોર ફરી એકવાર વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર
લાહોર,તા.૨૩:
પાકિસ્તાનનું લાહોર શહેર ફરી એકવાર વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર બની ગયું છે. ૨૨ નવેમ્બર ૨૦૨૬ની સવારે લાહોરમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) ૫૦૦ને પાર કરી ગયો છે, જે સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી શ્રેણીમાં આવે છે. આ પ્રદૂષણ માત્ર લાહોર પૂરતું મર્યાદિત નથી રહ્યું, પરંતુ પાકિસ્તાનના પંજાબ પ્રાંત સહિતના અનેક શહેરોમાં ઝેરી ધુમ્મસની ચાદર છવાયેલી છે.


