સરકડિયા હનુમાનજી મંદિર ખાતે તુલસી વિવાહ, શાલીગ્રામ પૂજન કરાયુ
જૂનાગઢ તા.૨૧
જુનાગઢ ગીરીવર ગિરનારની લીલી પરિક્રમા નો ગઈકાલે વિધિવત પ્રારંભ થયો છે ત્યારે પરિક્રમાના પહેલા પડાવ એવા સરખડીયા હનુમાન મંદિરે તુલસી વિવાહ અને શાલીગ્રામની પૂજન વિધિનો કાર્યક્રમ ધર્મમય માહોલ વચ્ચે સંપન્ન થયો હતો મનોકામના સિદ્ધ સરખડીયા હનુમાનના પ્રાચીન મંદિરે પરિક્રમા ની બસોવર્ષ જૂની પરંપરાને ગઈકાલે જગ્યાના મહંત શ્રી તેજસ બાપુ અને હરિદાસ બાપુ દ્વારા સાધુ સંતો ભાવિકો ભક્તોની હાજરીમાં તુલસી વિવાહ અને શાલીગ્રામનું પૂજન અર્ચન કરાયું હતું જેમાં હજારો ભાવિક ભક્તોએ હોશે હોશે ભાગ લીધો હતો રાત્રિના સમયે દેવ ઉઠી એકાદશી યાને કે દેવને ઉઠાડવાની વિધિ હનુમાન મંદિર ખાતે કરવામાં આવી હતી તે પહેલા સત્યનારાયણ ભગવાનની કથા અને તુલસી વિવાહનો કાર્યક્રમ સંપન્ન થયો હતો જેમાં ખાખ ચોકની જગ્યાના મહંત શ્રીરામદાસ બાપુ ખાખી મઢીના મહામંડલેશ્વર સુખરામ બાપુ સહિતના સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા અને આ તુલસી વિવાહ કાર્યક્રમ સંપન્ન થયો હતો. ગઈકાલે પ્રથમ દિવસે જ સરખડીયા હનુમાનની જગ્યા ખાતે ભાવિકોની મોટી ભીડ જાેવા મળી હતી જગ્યા તરફથી સુંદર મજાનું અન્ન ક્ષેત્ર સતત કાર્યરત રહ્યું હતું અને હજારો લાખો ભાવિકોએ હરિહર અને પ્રસાદ ગ્રહણ કર્યો હતો જેમાં ગરમાગરમ શીરો બાજરાના રોટલા, રોટલી, શાક, દાળ, ભાત, અને છાશ વગેરે ભોજન પીરસાયું હતું. ગઈકાલે પરિક્રમાના પ્રથમ દિવસે ભાવિકોની અંદાજિત ૭૫ હજારથી વધુની સંખ્યામાં ભાવિકો વહેલી સવારથી મોડી રાત સુધી આ ધર્મમય માહોલમાં સહભાગી થયા હતા અને જગ્યા ખાતે હનુમાનજી મહારાજના દર્શન કર્યા હતા અને સરખડીયાહનુમાન મંદિર પરિસરમાં જ્યાં નજર કરો ત્યાં ભાવિકોનો મોટો સમુદાય નજરે ચડ્યો હતો જગ્યા તરફથી ભાવિકો માટે દર્શન અને ભોજન પ્રસાદ અને ચા પાણીનો પ્રસાદ અવીરત પણે ચાલુ રખાયો હતો અને તુલસી વિવાહ અને શાલીગ્રામના પૂજનના આ ભવ્ય કાર્યક્રમમાં સૌ ભાવિકો ભક્તો સહભાગી થયા હતા અને ધર્મમય માહોલ વચ્ચે સરકડીયા મંદિર રોશની સાથે અને હજારો દીવડા અને રંગોળી સાથે મંદિર ઝગમગી ઉઠ્યુ હતું.


