રાજસ્થાન પંચાયત ચૂંટણીમાં કોંગ્રેસને મોટી સરસાઈ : ભાજપની પીછેહઠ
(એજન્સી) જયપુર તા, ૨૦
રાજસ્થાન પંચાયત ચૂંટણીના ૩૭ જિલ્લાઓમાં ચાલી રહેલી મતગણતરીમાં કોંગ્રેસ મજબૂત સ્થિતિમાં દેખાઈ રહી છે. જિલ્લા પરિષદના વલણોમાં કોંગ્રેસ ૧૯ જિલ્લામાં અને ભાજપ ૧૦ જિલ્લામાં આગળ હોવાનું સામે આવ્યું છે, જ્યારે જયપુર અને જોધપુર જેવા મહત્વના જિલ્લાઓમાં પણ કોંગ્રેસે સરસાઈ મેળવી છે. ફાગી પંચાયત સમિતિના તમામ ૧૫ વોર્ડમાં કોંગ્રેસે જીત મેળવી ભાજપનો સફાયો કર્યો છે, જ્યારે ખીંવસરમાં હનુમાન બેનીવાલની આરએલપીનો દબદબો જોવા મળ્યો છે અને નાગૌરમાં ત્રિશંકુ સ્થિતિ સર્જાઈ છે. આ ચૂંટણીમાં અનેક દિગ્ગજ નેતાઓના પરિવારજનોની પ્રતિષ્ઠા દાવ પર લાગી હતી, જેમાં મિશ્ર પરિણામો જોવા મળ્યા છે.


