સોમનાથ ખાતે કાર્તિકપૂર્ણિમા મેળાનો આજથી ભવ્ય પ્રારંભ  સુવિધા સાથે સુરક્ષાનો મજબુત પોલીસ બંદોબસ્ત

સોમનાથ ખાતે કાર્તિકપૂર્ણિમા મેળાનો આજથી ભવ્ય પ્રારંભ  સુવિધા સાથે સુરક્ષાનો મજબુત પોલીસ બંદોબસ્ત

(પ્રતિનિધિ દ્વારા)
પ્રભાસ-પાટણ તા.ર૦
વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ ટ્રસ્ટ આયોજીત પંચ દિવસીય કાર્તિક પૂર્ણિમા મેળાનો તા.ર૦ નવેમ્બરથી ભવ્ય પ્રારંભ ૭૧ વર્ષથી સૌરાષ્ટ્રના સૌથી પ્રસિધ્ધ આ કાર્તિક પૂર્ણિમાના મેળામાં રેન્જ આઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ ગીર-સોમનાથ જીલ્લા પોલીસ વડા જયદિપસિંહ જાડેજાની આગેવાનીમાં ૩ પીઆઈ, ૮ પીએસઆઈ, ૯૦ પોલીસ જવાનો, ૭૦ જીઆરડી, ર૬ હોમગાર્ડ, રર ટીઆરબી જવાનો મેળામાં સુરક્ષા સાથે સલામતી જાળવશે. આ ઉપરાંત મેળામાં ૭ વોચ ટાવર ગોઠવાયેલ છે જેના ઉપરથી પોલીસ જવાનો બાજ નજર રાખશે. તેમજ મેળા એરિયાને સીસીટીવી કવરેજથી નજર રખાશે. આ ઉપરાંત જીલ્લા પોલીસ તંત્ર તરફથી પોલીસ સહાયતા કેન્દ્રના બે સ્ટોલો રખાશે. જેમાં મેળાના લોકોને માર્ગદર્શન અને ભુલા પડેલા લોકોને મેળાપ કરાવવા મદદરૂપ બનાશે. સોમનાથ મેળાનું ઉદઘાટન કરનાર રેન્જ આઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમા ગીર-સોમનાથ જીલ્લો રચાયાના પ્રથમ એસપી હતા. તેમજ હાલ જે સ્થળે મેળો યોજાય છે તે સ્થળે તત્કાલીન મુખ્યમંત્રીએ સોમનાથ ખાતે સદભાવના ઉપવાસ કરેલ તે સ્થળે તેઓ તે વખતે મુખ્યમંત્રી સીક્યોરીટી વડા હતા. આ ઉપરાંત જીપીએસ પાસ થયા પછી તેમનું પ્રથમ સન્માન સોમનાથ ખાતે થયેલ અને વેરાવળ ખાતે ડીવાયએસપી તરીકે પણ કામ કરી ચુક્યા છે. સોમનાથના અનેક મેળાઓમાં તેઓએ બંદોબસ્ત કરેલ છે અને આજે પ્રગતિના શિખર સર કરી ઉન્નતી કરતા તેઓના વરદ હસ્તે આ મેળાનું ઉદઘાટન થશે.