વિરમગામ-રાજકોટ-ઓખા રેલ્વે સેકશન પર 434 કિલોમીટરમાં સ્ટાન્ડર્ડ કવચ સીસ્ટમનું સફળ કમીશનીંગ કરાયું

વિરમગામ-રાજકોટ-ઓખા રેલ્વે સેકશન પર 434 કિલોમીટરમાં સ્ટાન્ડર્ડ કવચ સીસ્ટમનું સફળ કમીશનીંગ કરાયું

(પ્રતિનિધિ દ્વારા)
દ્વારકા તા.1
વેસ્ટર્ન રેલવેના રાજકોટ ડીવીઝન દ્વારા રેલવે સુરક્ષા અને આધુનિક ટેકનોલોજી આધારિત ઓપરેશનના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ઉપલબ્ધિ હાંસિલ કરતા આજરોજ વિરમગાર - રાજકોટ - ઓખા મુખ્ય રેલવે સેકશન પર 434 કિલોમીટરની લંબાઈમાં સ્ટાન્ડર્ડ કવચ સીસ્ટમનું મહત્વપૂર્ણ કમિશનિંગ પૂર્ણ કર્યુ છે. આ મહત્વપૂર્ણ ઉપલબ્ધિ સાથે રાજકોટ ડીવીઝનનો સમગ્ર વિરમગાર - રાજકોટ - ઓખા મુખ્ય રેલવે સેકશન હવે બ્લોક સેકશનોમાં સ્ટાન્ડર્ડ કવચ સુરક્ષા પ્રણાલીથી સુરક્ષિત બન્યો છે. સ્ટાન્ડર્ડ કવચ એ ભારતીય રેલવે દ્વારા વિકસાવેલ અત્યાધુનિક સ્વદેશી ટ્રેન ટકકર નિવારણ પ્રણાલી છે જે સંભવિત અકસ્માતોને રોકવામાં અને ટ્રેનોના સુરક્ષિત સંચાલનને સુનિશ્ચિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. સ્ટાન્ડર્ડ કવચ પ્રણાલીનું કમિશનિંગ કવચ પ્રોજેકટના પ્રથમ તબકકાનો એક ભાગ છે. આગામી તબકકાઓમાં લોકોમોટીવ, સ્ટેશનો અને સિગ્નલીંગ સીસ્ટમ સાથે સંપૂર્ણ એકીકરણનું કામ કરવામાં આવી રહયુ છે. રાજકોટ ડીવીઝનમાં સંપૂર્ણ વિકસિત કવચ પ્રણાલીને ડિસેમ્બર 2026 સુધીમાં તબકકાવાર રીતે પૂરી રીતે લાગી કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે.