ગિરનારની ઊર્જા દેશના ઉદ્યોગપતિ પરિવારને ખેંચી લાવી

ગિરનાર અભ્યારણમાં આવેલી પ્રાચીન મનોકામના સિદ્ધ સરકડીયા હનુમાન મંદિરે અનંત અંબાણીએ શીશ નમાવી હનુમાન ચાલીસાના પાઠનું પઠન કર્યું

ગિરનારની ઊર્જા દેશના ઉદ્યોગપતિ પરિવારને ખેંચી લાવી

(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.1
જૂનાગઢ તીર્થ ભૂમિ ગિરનારની આધ્યાત્મિકતા અને તેની ધામિર્ક ઉર્જા ગિરનારના કણ કણમાં પ્રભુ વસે છે તેની પ્રતીતિ કરાવતો પ્રસંગ બન્યો છે. દેશના સર્વોચ્ચ ઉદ્યોગપતિ અંબાણી પરિવારના અનંતભાઈ અંબાણીએ ગિરનારના અભ્યારણ વિસ્તારમાં આવેલ પ્રાચીન મનોકામના સિદ્ધ સરકડીયા હનુમાનની જગ્યાની તાજેતરમાં મુલાકાત લીધી હતી. અંબાણી પરિવારએ ગિરનાર અભ્યારણની નજીક ગીર તારા નામનું સુંદર મજાનું ફાર્મ હાઉસનું પરીવાર માટે નિર્માણ કર્યું છે. ગિરનારની ઊર્જા અને તેની ચેતના માટે દેશના ઉદ્યોગપતિ અંબાણી પરિવાર પણ હવે એમાં બાકાત રહ્યા નથી. તેઓએ ગિરનાર અભ્યારણની નજીક જ ગીર તારા નામનું સુંદર મજાનું ફાર્મહાઉસ છે. જેમાં તેઓના પરિવાર માટે જ ત્યાં ઉતરવા માટેની વ્યવસ્થા છે અને ત્યાં એક ભવ્ય અને દિવ્ય શિવાલયનું પણ નિર્માણ થયું છે. તાજેતરમાં અંબાણી પરિવારના ધામિર્ક અને સહજ સ્વભાવના અનંતભાઈ અંબાણીએ ગિરનાર અભ્યારણમાં આવેલ અતિ રમણીય એવું મનોકામના સિદ્ધ સરકડીયા હનુમાન મંદિરે અચાનક જ કોઈ પ્રોટોકોલ વગર દર્શન માટે આવી પહોંચ્યા હતા અને હનુમાનજીની સન્મુખ હનુમાન ચાલીસાનો પાઠ સ્વમુખે કરેલ હતો અને પૂરા ભાવ સાથે દર્શન કરી ધન્ય બન્યા હતા. તેઓના આ કાર્યક્રમમાં સરકડીયા હનુમાનજીની જગ્યાના મહંત શ્રી હરિદાસ બાપુ અને લઘુ મહંત શ્રી તેજસ દાસ બાપુએ તેઓને આવકાર્યા હતા અને શાલ ઓઢાડી સન્માન કર્યું હતું અને હનુમાનજીની મૂતિર્નું ચિત્ર તેઓને ભેટ આપ્યું હતું અને અનંતભાઈએ જગ્યા જોઈ અને જગ્યાની આધ્યાત્મિકતા અને વનરાજી નિહાળી હતી. જગ્યા ખાતે તેઓએ ટૂંકું રોકાણ કરી જગ્યાની વિશેષતા અને જગ્યાના પ્રાચીન ઇતિહાસની બંને મહંતશ્રીઓ પાસેથી માહિતી મેળવી હતી.