જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે ઉપરકોટ વિસ્તારમાં આવેલ મકાનમાંથી રૂા. ૩.૧૯ લાખની કિંમતનો ૧પ૦૦ બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો

જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે ઉપરકોટ વિસ્તારમાં આવેલ મકાનમાંથી રૂા. ૩.૧૯ લાખની કિંમતનો ૧પ૦૦ બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો

(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા.૬
જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે ઉપરકોટ રોડ પર આવેલ ફુલીયા હનુમાન મંદિર પાસે મકાનમાં સંતાડેલ વિદેશી દારૂની ૧પ૦૦ બોટલ ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી છે. આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે ઉપરકોટ રોડ પર આવેલ ફુલીયા હનુમાન મંદિર નજીક રહેતા જયેશ ઉર્ફે ઈલુ અશોક ગાંગડીયાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે દરોડો પાડી વિદેશી દારૂની નાની મોટી ૧પ૦૦ બોટલ કિ. રૂા. ૩,૧૯,૪૭૩નો મુદ્દામાલ ઝડપી લઈ હાજર નહી મળી આવેલ જયેશ ઉર્ફે ઈલુ અશોક ગાંગડીયા વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.