ઉનાના આધેડને કાગળ વગરની મોટર સાયકલ સાથે પોલીસે પકડી પાડયો
(પ્રતિનિધિ દ્વારા)
ઉના તા.4
ઉનાના ઈનચાર્જ પીઆઈ ડી.બી. ગઢવીની સૂચનાથી એ.એસ.આઇ. જોરૂભા નારણભાઈ મકવાણા, પોલીસ કોન્સ્ટેબલ અનિલભાઈ ભૂપતભાઈ જાદવ, સુનિલભાઈ કેશવભાઈ, રવિસિહ પ્રદીપ સિંહ ગોહિલ પેટ્રોલિંગમાં હતા ત્યારે ભાવનગર રોડ ઉપર રોકડિયા હનુમાન મંદિર પાસે એક શખ્સ કાળ ક્લરની મોટર સાયકલ ઉપર આવેલ હોય તેને રોકવી પૂછપરછ કરતા તેમનું નામ રફિકભાઈ ભીખાભાઇ શેખ (ઉ.વ.49) રે. ચાચકવાડ રોડ સીમ વિસ્તાર ઉના જણાવેલ અને મોટરસાયકલના કાગળો આર.સી. બુક, વીમાના કાગળો જોવા માંગતા સંતોષ કારક જવાબ ન આપતા મોટરસાયકલ કોઈ પાસેથી છળ અને કપટથી મેળવેલ હોય મોટરસાયકલ સાથે ઉના પોલીસ સ્ટેશન લાવી ગુનો દાખલ કરી અટક કરી હતી.


