સોમનાથના તાતીવેલા ગામેથી ત્રણ વર્ષની નાની બાળકી ઉપર હુમલો,  દિપડો પાંજરે કેદ

સોમનાથના તાતીવેલા ગામેથી ત્રણ વર્ષની નાની બાળકી ઉપર હુમલો,  દિપડો પાંજરે કેદ

(પ્રતિનિધિ દ્વારા)
પ્રભાસ પાટણ, તા.4
વેરાવળ નજદીકના તાતીવેલા ગામે ગઈકાલે  ત્રણ વરસની નાની બાળકી ઉપર હુમલો કરી તેને ઉઠાવી જનાર દિપડાને વનવિભાગે 48 કલાક બાદ પાંજરે કેદ કર્યો છે. આ ઘટનાની ગંભીરતાને લઈને વનવિભાગને દિપડાને પકડવા તે સ્થળે ચાર પાંજરા મુકયા હતા અને ઈજાગ્રસ્ત બાળકી ઈજા સાથે થોડે દુર મળી આવતા તેને સારવાર માટે દવાખાને દાખલ કરાયેલ છે. દિપડા રેસ્કયુ કરી તપાસતા તા.2/6/2026ના પકડાયેલ છે જેની ઉંમર 5 થી 9 વર્ષ અને જાતે માદા ગામ તાતીવેલા અરજદાર અરફાબેન સેબાજભાઈ ખોખર રેસ્કયુ કરનાર સ્ટાફ વેરાવળ આરએફઓ તથા સ્ટાફ દિપડાને રેસ્કયુ કરી અમરાપુર એનીમલ કેર સેન્ટર ખાતે મોકલી આપવામાં આવેલ છે.