વિદેશ વિઝાના નામે મેગા ફ્રોડ : પોરબંદરમાં ૭૫.૫૦ લાખની છેતરપીંડી, શિક્ષક સહિત ૧૨ લોકો બન્યા શિકાર

ફેક ઓફર લેટર, ખોટા ઇ-વિઝા અને બાઉન્સ ચેકથી ઠગાઈ : જેલમાં ગયેલી મહિલા પર ગંભીર આરોપ

વિદેશ વિઝાના નામે મેગા ફ્રોડ : પોરબંદરમાં ૭૫.૫૦ લાખની છેતરપીંડી, શિક્ષક સહિત ૧૨ લોકો બન્યા શિકાર

(પ્રતિનિધિ દ્વારા)
ગોસા(ઘેડ) તા.૧૮
આજના સમયમાં માનવીને જલ્દીથી પૈસા મેળવી ધનપતિ બની જવાની હોડ લાગી છે. જેના કારણે એક કેન પ્રકારે જલ્દી વિદેશ જઈને ઊંચા પગારથી સારી કમાણી કરવાની ઘેલછા હોય અને પછી આવી ઘેલછા છેતરપિંડી પિંડીની જાળમાં ફસાવતા હોવાના બનાવી અવારનવાર બહાર આવવા છતાં ગુજરાતના યુવાનોમાં એટલી હદે વિદેશ જવાની તમન્ના વધી ગઈ છે કે, આ આધળી દોટનો લાભ લઈને અનેક ઠગ ટોળકીઓ સક્રિય થઈ ગઈ છે. અને આવા આંધળું કિયા અને લોભામણા છેતરપંડી  ના કેસ પોલીસ દફતરે નોંધાતા હોય છે ત્યારે આવો જ એક વિશ્વાસઘાત અને આર્થિક છેતરપિંડીનો કિસ્સો પોરબંદર જિલ્લામાં પ્રકાશમાં આવ્યો છે. જ્યાં વિદેશ મોકલવાના અને આકર્ષક વર્ક વિઝા અપાવવાના બહાને અંદાજે રૂા. ૭૨.૫૦ લાખ રૂપિયાની માતબર રકમની છેતરપિંડી આચરવામાં આવી છે. આ સમગ્ર મામલે પોરબંદરના એક સરકારી શિક્ષકે જયપુર અને કેનેડામાં સ્થિત શખ્સો સામે વિધિવત પોલીસ ફરિયાદ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ અંતર્ગત જાણવા મળતી વિગત મુજબ પોરબંદરના છાયા વિસ્તારમાં આવેલા શ્રી એપાર્ટમેન્ટમાં રહેતા અને હાલ આણંદ જિલ્લાના સોજિત્રા શહેરમાં સરકારી વિજ્ઞાન શાળામાં ગત તા.૯-૭-૨૦૨૫થી શિક્ષક તરીકે ફરજ બજાવતા ૩૪ વર્ષીય ચિરાગ જેઠાભાઈ હિંડોચાએ આ કમલાબાગ પોલીસ પોરબંદર ખાતે ફરિયાદ નોંધાવી છે. ચિરાગભાઈ વર્ષ ૨૦૧૫ થી ૨૦૨૪ દરમિયાન પોરબંદરમાં આરૂણી કોચિંગ ઇન્સ્ટિટયુટ ચલાવતા હતા, જ્યાં તેઓ ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી જેવા વિષયોનું શિક્ષણ આપવાની સાથે વિદેશ જવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે આઈલેટ્સની તૈયારી પણ કરાવતા હતા. આ વ્યવસાય દરમિયાન વર્ષ ૨૦૨૩માં તેમનો સંપર્ક જયપુરની રહેવાસી શુભા આચાર્ય અને બ્રિટિશ કોલમ્બિયા, કેનેડામાં રહેતા રવિ શરૂ નામના શખ્સો સાથે થયો હતો. રવિ શેરૂએ પોતાની ઓળખ ઓપોચ્ર્યુનિટી ઇન્ટરનેશનલ સંસ્થાના સ્થાપક તરીકે આપી હતી અને શુભ્રા આચાર્ય ભારતની ઓપરેશન હેડ હોવાનું જણાવી ચિરાગભાઈને વિશ્વાસમાં લીધા હતા. આ ઠગ ટોળકીએ ડિજિટલ યુગમાં આંધળું કીય જલ્દી પૈસાદાર બનવા વિદેશ જવાના ઘેલછાઓના ફાયદો ઉઠાવી ઠગ ટોળકીઓ છેતરામણી જાહેરાત આપી શીશામાં ઉતરતા હોય તેમ ચિરાગભાઈ સાથે અનેકવાર ઝૂમ મીટિંગો કરી હતી. આ મીટિંગ્સમાં તેઓએ દાવો કર્યો હતો કે તેમની સંસ્થા યુ.કે., ન્યુઝીલેન્ડ અને જર્મની જેવા દેશોમાં વર્ક વિઝા અપાવવામાં નિષ્ણાત છે. તેઓએ ચિરાગભાઈ ને લાલચ આપી હતી કે જો તેઓ વિદેશ જવા ઈચ્છતા ક્લાયન્ટ્સ લાવી આપે, તો તેમને કુલ સવિર્સ ચાર્જના ૨૦ ટકા જેટલું કમિશન આપવામાં આવશે. કમિશનની લાલચ અને વિદેશ મોકલવાની સત્તાવાર વાતોમાં આવી જઈ ભણેલ ગણેલ શિક્ષક દરજ્જાના ચિરાગભાઈએ પોતાના સંપર્કમાં રહેલા ૧૨ જેટલા ક્લાયન્ટ્સની ફાઈલો આ સંસ્થાને સોંપી હતી. આ તમામ ક્લાયન્ટ્સ પાસેથી પ્રોસેસિંગ ફ્રી અને વિઝા ખર્ચ પેટે ઉપરાવેલી રકમ પૈકી ૪૭,૫૫,૦૦૫ રૂપિયા બેંક ટ્રાન્સફર દ્વારા, ૫ લાખ રૂપિયા આંગડિયા મારફતે અને અન્ય રોકડ વ્યવહારો મળીને કુલ ૭૨,૫૦,૫૦૫ રૂપિયા શુભ્રા આચાર્ય અને તેના મળતીયા સાથીદારોના ખાતામાં જમા કરાવ્યા હતા. સમય વીતવા છતાં કોઈને વિઝા મળ્યા ન હતા. જ્યારે ક્લાયન્ટ્સ દ્વારા ઉઘરાણી કરવામાં આવી, ત્યારે આ ભેજાબાજોએ વિશ્વાસ ટકાવી રાખવા માટે ક્લાયન્ટના નામના ખોટા વિઝા લેટર, બનાવટી ઓફર લેટર અને ઇન્વોઇસ બનાવીને પીડીએફ ફાઈલો મોકલી હતી. લાંભો સમય વિત્યા બાદ જ્યારે ચિરાગભાઈને શંકા ગઈ અને તેમણે પૈસા પરત માગ્યા, ત્યારે શુભ્રા આચાર્યએ વિશ્વાસ આપવા ત્રણ ચેક આપ્યા હતા. પરંતુ જ્યારે આ ચેક બેંકમાં રજૂ કરવામાં આવ્યા ત્યારે ખાતામાં પૂરતું ભેલેન્સ ન હોવાને કારણે તે પરત ફર્યા હતા.  જેના કારણે આર્થિક ફટકો પડતા ચિરાગભાઈ પોતે તપાસ કરવા નીકળ્યા અને જે હકીકત સામે આવી ત્યારે તેઓ અવાચક બની પોતે તેમજ સાથીદારો ઠગ ટોળીના શિકાર બની છેતરાયા હોવાનો ખ્યાલ આવી ગયો હતો.અને તેઓ જ્યારે જયપુર પહોંચ્યા ત્યારે જાણવા મળ્યું કે શુભ્રા આચાર્ય ત્યાં નથી, પરંતુ તે હરિયાણાની કરનાલ જેલમાં કોઈ અન્ય ગુનામાં બંધક છે. જેલના સત્તાધીશોએ ચિરાગભાઈને આરોપીને મળવાની મનાઈ ફરમાવી હતી. આખરે છેતરાયાનો અહેસાસ થતા તેમણે સાયબર ક્રાઈમ હેલ્પલાઈન અને સ્થાનિક પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસ તપાસ અને કોર્ટના હસ્તક્ષેપ બાદ અમુક શંકાસ્પદ બેંક ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા હતા, જેમાંથી હાલ સુધીમાં છે.
માત્ર ૪ લાખ રૂપિયા જેવી નજીવી રકમ પરત મેળવી શકાઈ છે, જ્યારે ૬૮ લાખથી વધુની રકમ હજુ પણ ઠગ ટોળકી પાસે છે. હાલ પોરબંદરની કમલાભાગ પોલીસે આ મામલે ગુનો નોંધીને પી.એસ.આઈ. પી. બી.ગોજીયાનાઓ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.  ત્યારે પોલીસ હવે કેનેડા સ્થિત રવિ શેરૂ અને જેલમાં રહેલી શુભ્રા આચાર્ય વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી બાકીની રકમ રિકવર કરવા ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાએ વિદેશમાં નોકરીના નામે ચાલતા ફ્રોડ સામે ચેતવણીરૂપ સંદેશ આપ્યો છે.