રાજકારણમાં અપરાધીકરણ : ૩ર૬ સાંસદો અને ૧૪ મુખ્યમંત્રીઓ સામે ફોજદારી ગુના

સુપ્રિમ કોર્ટમાં રજુ થયેલા અહેવાલમાં ઘટસ્ફોટ

રાજકારણમાં અપરાધીકરણ : ૩ર૬ સાંસદો અને ૧૪ મુખ્યમંત્રીઓ સામે ફોજદારી ગુના

નવી દિલ્હી તા.૧૮
રાજકારણમાં અપરાધીકરણ રોકવા માટે વખતોવખત દાવા થવા છતાં વાસ્તવિક-નકકર પગલા ઉઠાવાતા નથી ત્યારે સર્વોચ્ચ અદાલતમાં રજુ થયેલા રિપોર્ટમાં રાજકારણનું ગંભીર ચિત્ર ઉપસ્યુ છે. ભારતના ૩૨૪ સાંસદો તથા ૧૪ મુખ્યમંત્રીઓ સામે અપરાધીક કેસો હોવાનો ખુલાસો થયો છે.
લોકસભા તથા રાજયસભામાં કુલ ૭૭૬ સદસ્યો છે. તેમાંથી ૩૨૬ સામે અપરાધીક કેસો છે તે પૈકીના ૨૧૦ સાંસદો સામેના કેસ પાંચ વર્ષ કે તેથી વધુની સજાની જોગવાઈ ધરાવતા ગંભીર પ્રકારના છે. ૧૪ મુખ્યમંત્રીઓ સામે પણ અપરાધીક કેસ છે. સુપ્રિમ કોર્ટમાં પેશ કરાયેલા સોગંદનામામાં આ ખુલાસો થયો છે. કોર્ટ સલાહકાર તરીકે નિયુક્ત કરેલા સીનીયર વકીલ વિજય હંસારિયા એ આ રિપોર્ટ રજુ કર્યો હતો. રિપોર્ટમાં એમ પણ કહેવાયુ છે કે વર્તમાન અને પુર્વ સાંસદો-ધારાસભ્યો સામે કુલ ૪૧૯૨ અપરાધીક કેસો પેન્ડીંગ છે.