ગોવાથી અમદાવાદ આવી રહેલી ફલાઈટમાં બોમ્બ હોવાની ધમકી : ઈમરજન્સી લેન્ડિંગ
(બ્યુરો) અમદાવાદ તા.૧૯
ગોવાથી અમદાવાદ આવતી ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળતા ફ્લાઈટને અમદાવાદ એરપોર્ટ પર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ફ્લાઈટને બોમ્બની ધમકી મળતા પોલીસ તંત્ર દોડી થયું હતું. બોમ્બ સ્ક્વોડ અને અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા ફ્લાઈટ તેમજ તમામ લગેજનું સઘન ચેકિંગ કરવાની કામગીરી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, ગોવાથી આવતી ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં ફ્લાઈટને અમદાવાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવી છે.


