ર૦ મહિનામાં પપ૦૦૦ ટકા રીટર્ન આપનારી ભારતીય કંપનીએ વિશ્વને આશ્ચર્યચકિત કરી નાંખ્યું : ફ્રોડ સાબિત થશે ?

ર૦ મહિનામાં પપ૦૦૦ ટકા રીટર્ન આપનારી ભારતીય કંપનીએ વિશ્વને આશ્ચર્યચકિત કરી નાંખ્યું : ફ્રોડ સાબિત થશે ?
The Tribune

(એજન્સી)        નવી દિલ્હી તા.૧૯:
ભારતીય શેરબજારમાં લિસ્ટેડ કંપનીના શેરે એટલું પ્રભાવશાળી વળતર આપ્યું છે કે વિશ્વભરના રોકાણકારો આર્શ્ચચકિત થઈ ગયા છે. ગયા વર્ષે વિશ્વના અન્ય કોઈ શેરે રોકાણકારોને આટલું વળતર આપ્યું નથી. આખા વર્ષ દરમિયાન સોશિયલ મીડિયા પર પણ તેની વ્યાપક ચર્ચા થઈ હતી. પરંતુ હવે, આ સ્ટોક એક્સચેન્જના રડાર હેઠળ આવી ગયો છે, અને નોંધપાત્ર ઘટાડો થવાની અપેક્ષા છે. આ કંપની ઇઇઁ સેમિકન્ડક્ટર લિમિટેડ છે. આ સ્ટોક, જે સોશિયલ મીડિયા સેન્સેશન બની ગયો છે, તેણે ૧૭ ડિસેમ્બર સુધીના ૨૦ મહિનામાં ૫૫,૦૦૦ ટકા થી વધુનો વધારો કર્યો છે.