દિલ્હીમાં દશેરાના દિવસે રાવણની સાથે ૩૦ ફુટ ઉંચા કોકરોચનું પણ દહન કરાશે

દિલ્હીમાં દશેરાના દિવસે રાવણની સાથે ૩૦ ફુટ ઉંચા કોકરોચનું પણ દહન કરાશે

(એજન્સી)   નવી દિલ્હી, તા.૧૬
દિલ્હીમાં દશેરાએ રાવણ સાથે ૩૦ ફૂટ ઊંચા કોકરોચનું પણ થશે દહન! રામલીલા સમિતિના ર્નિણયથી ચર્ચા. દિલ્હીમાં આ વર્ષની દશેરાની ઉજવણીમાં એક અનોખું આકર્ષણ જાેવા મળશે. રાવણ, કુંભકર્ણ અને મેઘનાદનાં પરંપરાગત પૂતળાંની સાથે હવે ૩૦ ફૂટ ઊંચા વંદા એટલે કે કોકરોચના પૂતળાનું પણ દહન કરવામાં આવશે. દિલ્હીના પીતમપુરામાં રામલીલાનું આયોજન કરતી શ્રી કેશવ રામલીલા સમિતિ દ્વારા આ ર્નિણય જાહેર કરવામાં આવ્યો છે. દિલ્હીમાં આ વર્ષની દશેરાની ઉજવણીમાં એક અનોખું આકર્ષણ જાેવા મળશે. રાવણ, કુંભકર્ણ અને મેઘનાદનાં પરંપરાગત પૂતળાંની સાથે હવે ૩૦ ફૂટ ઊંચા વંદા એટલે કે કોકરોચના પૂતળાનું પણ દહન કરવામાં આવશે. દિલ્હીના પીતમપુરામાં રામલીલાનું આયોજન કરતી ‘શ્રી કેશવ રામલીલા સમિતિ‘ દ્વારા આ ર્નિણય જાહેર કરવામાં આવ્યો છે. આયોજકોના જણાવ્યા અનુસાર, આ પહેલનો મુખ્ય હેતુ લોકોને સ્વચ્છતા અને સ્વચ્છ પર્યાવરણનું મહત્વ સમજાવવાનો છે. દર વર્ષે દશેરાએ અનિષ્ટ પર સારાની જીતના પ્રતીક તરીકે રાવણદહન કરવામાં આવે છે, ત્યારે આ વખતે વંદાના પૂતળાના દહન દ્વારા સ્વચ્છતાનો સંદેશ પણ આપવામાં આવશે.