સ્માર્ટ પ્રીપેઈડ મીટર ફરજીયાત નથી : વૈકલ્પીક વ્યવસ્થા છે કેન્દ્રીય મંત્રી મનોહરલાલ ખટ્ટરે લોકસભામાં સ્પષ્ટતા કરી
(એજન્સી) નવી દિલ્હી, તા.૩
દેશમાં સ્માર્ટ મીટરને લઇને ધમાસણ મચ્યું છે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ સહિત અન્ય રાજ્યોમાં સ્માર્ટ મીટરની સાથે પ્રી-પેઇડ મીટર લગાવવાનો જોરદાર વિરોધ થયો છે. દરમિયાન કેન્દ્રીય વિદ્યુત મંત્રી મનોહરલાલ ખટ્ટરે લોકસભામાં સ્પષ્ટ કહ્યું હતું કે પ્રી-પેઇડ મીટર લગાવવું ફરજિયાત નથી. આ એક વૈકલ્પિક વ્યવસ્થા છે.
જ્યારે બીજી બાજુ મંત્રીના નિવેદનથી વિરુધ્ધ રાજ્યોમાં જબરદસ્તથી પ્રી-પેઇડ મીટર લગાવવાની જોવા મળી રહી છે. દેશભરમાં 6.13 કરોડ સ્માર્ટ મીટર લગાવાઇ ચૂક્યા છે જેમાંથી 2.25 કરોડ પ્રી-પેઇડ છે. ખટ્ટરે સ્પષ્ટ કર્યું હતું કે કેન્દ્ર સરકાર માત્ર ગાઇડલાઇન આપે છે, મીટર લગાવવાનું કામ રાજ્ય સરકાર કરે છે તેમણે દોહરાવ્યું હતું કે પ્રી-પેઇડ મીટર લગાવવું ફરજિયાત નથી પણ તેના અનેક લાભ છે.


