ટ્રમ્પ પર ટેરિફનું ભૂત સવાર : ફાર્મા સેકટર પર ૧૦૦ ટકા ટેરિફ ઝીંકી

ટ્રમ્પ પર ટેરિફનું ભૂત સવાર : ફાર્મા સેકટર પર ૧૦૦ ટકા ટેરિફ ઝીંકી

(એજન્સી)         વોશીંગ્ટન તા.૩:
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સમગ્ર વિશ્વને પોતાના ઇશારે નચાવી રહ્યા છે. પહેલા તેમણે ટેરિફ લગાવીને વૈશ્વિક બજારમાં પાયમાલી મચાવી, અને પછી તેઓ તેલ બજારમાં છેડછાડ કરી રહ્યા છે. પહેલા વેનેઝુએલા અને હવે ઈરાન. ટ્રમ્પના ર્નિણયોથી વૈશ્વિક અર્થતંત્ર પ્રભાવિત થઈ રહ્યું છે. ઈરાન યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટ બંધ થયા પછી, તેલ અને ગેસ સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે. ક્રૂડ ઓઈલના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. પુરવઠામાં વિક્ષેપને કારણે, ઘણા દેશો ગેસ અને તેલની અછતનો સામનો કરી રહ્યા છે. જ્યારે વિશ્વ હજુ પણ આ કટોકટીનો સામનો કરી રહ્યું છે, ત્યારે ટ્રમ્પે વધુ એક વિસ્ફોટક હુમલો કર્યો છે. તેમણે એક નવી ટેરિફ ઝુંબેશ શરૂ કરી છે ઈરાન યુદ્ધ વચ્ચે, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ટેરિફ બોમ્બ ફેંક્યો છે. તેમણે પેટન્ટ કરાયેલી દવાઓ પર ૧૦૦ ટકા સુધી ટેરિફ લાદવાનો ર્નિણય લીધો છે. સ્ટીલ, એલ્યુમિનિયમ અને તાંબા પરના ટેરિફ નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે.ટ્રમ્પે બે મહત્વપૂર્ણ એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે. પ્રથમ ઓર્ડરમાં અમેરિકામાં આયાત થતી બ્રાન્ડેડ દવાઓ પર ૧૦૦% ટેરિફ લાદવામાં આવ્યો છે. બીજો ઓર્ડર સ્ટીલ, એલ્યુમિનિયમ અને કોપર ઉત્પાદનો પર ટેરિફ ઘટાડે છે. જાહેર કરાયેલા નવા માળખા હેઠળ, ભારત સહિતના દેશોથી પેટન્ટ કરાયેલી દવાઓની આયાત પર ૧૦૦% ટેરિફ લાદવામાં આવશે.