ઈરાન યુધ્ધમાં અમેરીકાએ 16 લશ્કરી વિમાનો ગુમાવ્યા

ઈરાન યુધ્ધમાં અમેરીકાએ 16 લશ્કરી વિમાનો ગુમાવ્યા

તેહરાન/વોશિગ્ટન તા.૨૦: 
ઈરાન સાથેનું યુદ્ધ અમેરિકા માટે ખૂબ મોંઘુ સાબિત થઈ રહ્યું છે. યુદ્ધ શરૂ થયાના પ્રથમ 20 દિવસમાં જ અમેરિકાએ ઓછામાં ઓછા 16 લશ્કરી વિમાનો ગુમાવ્યા છે. આમાં ઈરાન દ્વારા નિશાન બનાવવામાં આવેલા 10 રીપર સ્ટ્રાઈક ડ્રોનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, હુમલાઓ અથવા અકસ્માતોમાં અડધો ડઝન અન્ય વિમાનોને ભારે નુકસાન થયું છે. શરૂઆતના દિવસોમાં અમેરિકાને સૌથી મોટો ફટકો પડ્યો જ્યારે કુવૈતમાં ફ્રેન્ડલી ફાયર દ્વારા ત્રણ ß-15 ફાઇટર જેટને તોડી પાડવામાં આવ્યા. આ પછી, એક મિશન દરમિયાન ઇરાકમાં એક યુએસ એર ટેન્કર KC-135 ક્રેશ થયું. વિમાનમાં સવાર તમામ 6 ક્રૂ સભ્યો માર્યા ગયા.