ઓસ્ટ્રેલિયામાં આતંકવાદી હુમલો કરનાર આતંકવાદી પિતા-પુત્રના મુળ પાકિસ્તાનમાં : મૃત્યુઆંક ૧૬
(એજન્સી) સિડની તા.૧૫ :
ઓસ્ટ્રેલિયામાં સીડનીના મશહુર બોંડી બીચ પર ગઈકાલે થયેલા આતંકી હુમલાનું કનેકશન પાકિસ્તાનમાંજ જાહેર થયું છે અને ૧૬ લોકોના જીવન લેનાર બન્ને હુમલાખોરો બાપ-બેટા એ પાકિસ્તાની મુળના ઓસ્ટ્રેલિયન છે. બન્નેએ લાંબા સમયથી આ હુમલાની તૈયારી કરી હોય તેમ બીચ પર ખૂબજ બેરહમીથી ગોળીબાર કરીને એક ૧૨ વર્ષના બાળક સહિત ૧૬ લોકોની હત્યા કરી હતી અને ૨૫ને ઘાયલ કર્યા હતા. સીડની પોલીસના જણાવ્યા મુજબ ૫૦ વર્ષનો સાજીદ અકરમ જે વળતી કાર્યવાહીમાં માર્યો ગયો છે અને તેનો ૨૪ વર્ષનો પુત્ર નવીદ અકરમ જીવતો ઝડપાઈ ગયો છે જે પણ ગંભીર હાલતમાં હાલ સારવાર હેઠળ છે. ઓસ્ટ્રેલિયાના ઈતિહાસના આ સૌથી ઘાતક ગણાતા હુમલા પાછળ આ દેશની ઉદાર ઈમીગ્રેશન નીતિને જવાબદાર ગણાય છે. જેણે પાકિસ્તાન ફિલીપીન્સને આવકાર્યા હતા. તેઓ જે કારમાં આ બીચ પર પહોંચ્યા હતા ત્યાંથી પણ અત્યંત વિસ્ફોટક સામગ્રી મળી છે તેથી તેઓ મોટા સંહાર માટે આવ્યા હોવાનું માનવામાં આવે છે અને તેમાં એક સાજીદ અગાઉથી જ શંકાસ્પદ હતો. આ બન્નેની હવે કયાં આતંકી સંગઠન સાથે લીંક છે તે જોવાઈ રહ્યું છે.


