૧ મે ગુજરાત સ્થાપના દિવસ બાદ ભર ઉનાળે રાજયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની શકયતા

૧ મે ગુજરાત સ્થાપના દિવસ બાદ ભર ઉનાળે રાજયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની શકયતા

(એજન્સી)       અમદાવાદ તા.૬:
ગુજરાતમાં હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં લાંબા સમયથી બાકી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે તૈયારીઓ તેજ બની છે. નવા અપડેટ આવ્યા છે કે, આગામી ૧ મે પછી ચૂંટણી યોજાઈ શકે છે, તેથી રાજકીય પક્ષોમાં ધમધમાટ શરૂ થઈ ગયો છે. ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ત્રણેય રાજકીય પક્ષોએ પોતાના સોગઠા ગોઠવવાનું શરૂ કરી દીધું છે.
ગુજરાતમાં ૨૬૦ તાલુકા પંચાયતો, ૩૨ જિલ્લા પંચાયતો અને ૭૧ નગરપાલિકાઓની ચૂંટણી ૧ મે બાદ યોજાય તેવી શક્યતા છે. હાલમાં અનેક સ્થાનિક સંસ્થાઓમાં વહીવટદારો કાર્યરત છે, જેમની મુદત ૧૭ માર્ચથી પૂર્ણ થવાની શરૂઆત થશે.
ગુજરાતમાં ભર ઉનાળે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી જાય તેવા ભણકારા વાગી રહ્યાં છે. સંભવત તા.૧ મેના રોજ મતદાન યોજાય તેવી શક્યતા છે. ગુજરાત સ્થાપનાના દિનના દિવસે ગુજરાતમાં ૨૬૦ તાલુકા ગુજરાતમાં પંચાયત, ૩૨ જિલ્લા પંચાયત, ૧૫ મહાનગરપાલિકા અને ૭૧ નગરપાલિકાઓમાં ચૂંટણી યોજાઈ શકે છે. રાજ્ય ચૂંટણી આયોગે આ માટે મતદાર મંડળો-યાદીને આખરી આપ આપવા પ્રાથમિક જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. ત્યારે આકરી ગરમી વચ્ચે ગુજરાતમાં ચૂંટણીના માહોલને કારણે ગરમાવો આવશે.