ઈરાન-અમેરીકા યુધ્ધને કારણે યુએઈની ફલાઈટ્સ બંધ કરવાની પાયલોટ એસો.ની માંગણી : એરલાઈન્સ કંપનીઓ મુશ્કેલીમાં
(એજન્સી) નવી દિલ્હી,તા.૨૨:
ઈરાન-અમેરિકા વચ્ચે ચાલી રહેલાં યુદ્ધને કારણે સુરક્ષાનું જોખમ વધતાં ભારતનાં પાઈલટ્સ એસોસિએશને સરકારી એજન્સી DGCAને પત્ર લખ્યો છે. તેમણે સંયુક્ત અરબ અમીરાત ખાસ કરીને દુબઈ અને અબુધાબી તથા આસપાસનાં અખાતી દેશોની તમામ ફ્લાઈટ્સ તુરંત જ બંધ કરવાની માંગ કરી છે.
યુદ્ધની અસરમાંથી માંડ માંડ બહાર આવી રહેલી ભારતીય વિમાન કંપનીઓ માટે જો આ ર્નિણય લાગું થાય, તો તેમની મુશ્કેલીઓ ફરી વધી શકે છે અને વિમાન સેવાઓ ખોરવાઈ શકે છે.
આ માંગ પાછળનું મુખ્ય કારણ એ છે કે, ભારતીય એરલાઈન્સ કંપનીઓ માટે યુએઈનું માર્કેટ ખૂબ મહત્વનું છે. ભારતથી વિદેશ જતાં કુલ મુસાફરોમાંથી સૌથી વધુ એટલે કે લગભગ ૨૬.૨ ટકા (વર્ષ ૨૦૨૬ ના પહેલા ત્રણ મહિનામાં) મુસાફરો માત્ર યુએઈની ફ્લાઈટ્સના જ હોય છે. જો આ વિસ્તારની ફ્લાઈટ્સ બંધ કરવામાં આવે તો ભારતીય વિમાન કંપનીઓની કમાણી પર બહુ મોટી અસર પડી શકે છે.


