ઈરાન સામેના યુધ્ધમાં અમેરીકા બરાબરનું ફસાયુ : દૈનિક બે અબજ ડોલરનો ખર્ચ

ઈરાન સામેના યુધ્ધમાં અમેરીકા બરાબરનું ફસાયુ : દૈનિક બે અબજ ડોલરનો ખર્ચ

(એજન્સી)       વોશીંગ્ટન તા.૧૯:
ખાડી દેશોમાં જ્યાં પણ અમેરિકી સૈન્યના ઠેકાણા આવેલા છે તે તમામ દેશોમાં ઈરાને હુમલા કર્યા છે અને તેના મહત્ત્વના સ્થાનોને ધ્વસ્ત કરીને તે દેશને ગોટાળે ચડાવ્યા છે. જાણકારોના મતે ઈરાનના આ વળતા પ્રહારથી અમેરિકાના ઘણા સૈન્ય ઠેકાણા નષ્ટ થઈ ગયા છે અને વ્યાપક નુકસાન થયું છે. યુદ્ધને પગલે અમેરિકાની તિજોરી ઉપર પણ દૈનિક ભારણ અધધ રીતે વધી રહ્યું છે : બીજી તરફ અમેરિકાના બજેટ ઉપર પણ તેની અસર જોવા મળી રહી છે. આ સિવાય અત્યંત મોંઘા સૈન્ય ઉપકરણો પણ નષ્ટ થઈ રહ્યા છે અથવા તો તેને નુકસાન થઈ રહ્યું છે. રિપર ડ્રોન તુટી જવાના કારણે અમેરિકાને સીધો જ ૩૩૦ મિલિયન ડોલર એટલે કે અંદાજે ૩૦૦૦ કરોડ રૂપિયાનો ફટકો પડયો છે. આ સિવાય અમેરિકી યુદ્ધ જહાજો, વિમાનો અને અન્ય સંસાધનોને નુકસાન થવાના કારણે તેનું નુકસાન અબજો ડોલર સુધી પહોંચી ગયું છે.