ઈરાનના વિદેશમંત્રીનો આકરો જવાબ ટ્રમ્પ પોતાની મરજીથી ન્યુયોર્કનો મેયર પણ બનાવી શકતા નથી !! ઈરાનના લોકો જ પોતાનો નેતા ચૂંટશે
(એજન્સી) તહેરાન તા.૬
અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એવો હુંકાર કર્યો હતો કે, ઈરાનમાં સર્વોચ્ચ નેતા પદે આયતોલ્લા ખામેનાઈના પુત્ર મુજતબા ખામેનાઈ તેમને સ્વીકાર્ય નથી. તેના જવાબમાં ઈરાનના વિદેશમંત્રી અબ્બાશ અરાગચીએ ટ્રમ્પ પર પલટવાર કરતા એવું જણાવ્યું હતું કે, ટ્રમ્પ એ વ્યક્તિ છે જેમને તેમના પોતાના જ દેશ અમેરીકાના સૌથી મોટા શહેર ન્યુયોર્કના મેયર બનાવવાની પણ તેમની તાકાત નથી. ટ્રમ્પ પોતાની મરજીથી ન્યુયોર્કનો મેયર પણ બનાવી શકતા નથી ત્યારે ઈરાનમાં કોણ નેતૃત્વ સંભાળશે ? તે નક્કી કરવાનો અધિકાર માત્ર ઈરાનની જનતાને જ છે. ઈરાનના લોકો જ પોતાનો નેતા ચૂંટશે. તેમણે કહ્યું કે, ટ્રમ્પનો પ્લાન-એ પણ સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે અને પ્લાન-બી પણ નિષ્ફળ જશે.


