આજથી ટેરિફની વસુલાત બંધ : અમેરીકાએ રૂા.૧૬ લાખ કરોડ પરત કરવા પડી શકે

આજથી ટેરિફની વસુલાત બંધ : અમેરીકાએ રૂા.૧૬ લાખ કરોડ પરત કરવા પડી શકે

(એજન્સી)     વોશીંગટન તા.૨૪:
અમેરિકન સરકાર આજથી રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ઇમરજન્સી ટેરિફ વસૂલવાનું બંધ કરશે. અમેરિકન સુપ્રીમ કોર્ટે ત્રણ દિવસ પહેલા આ ટેરિફ ગેરકાયદેસર જાહેર કર્યા હતા.
યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન (ઝ્રઁમ્) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ૧૯૭૭ના ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ (ૈંઈઈઁછ) હેઠળ લાદવામાં આવેલા ટેરિફ મંગળવારના રોજ રાત્રે ૧૨:૦૧ વાગ્યા (ભારતીય સમય મુજબ સવારે ૧૦:૩૦ વાગ્યે) થી શરૂ કરીને તેમને વસૂલવાનું બંધ કરશે. એજન્સીએ આયાતકારોને તેમની કાર્ગો સિસ્ટમમાંથી આ ટેરિફ સંબંધિત તમામ કોડ દૂર કરવા સૂચના આપી છે.
અમેરિકી સુપ્રીમ કોર્ટે ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા લાદવામાં આવેલા ટેરિફને ગેરબંધારણીય અને ગેરકાયદે ઠરાવતા વોશિગ્ટનના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આ ચુકાદા બાદ હવે સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થયો છે કે સરકાર દ્વારા અત્યાર સુધી વસૂલવામાં આવેલી અધધ રકમનું શું થશે ? વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટીએ આ મુદ્દે આક્રમક વલણ અપનાવ્યું છે અને જનતાના નાણાં વ્યાજ સાથે પરત કરવાની માંગણી સાથે સરકાર સામે મોરચો ખોલી દીધો છે.
પેન વ્હાર્ટન બજેટ મોડેલના અર્થશાષાીઓના મતે, કોર્ટના આ ર્નિણયથી અમેરિકન સરકારને ૧૭૫ બિલિયન (રૂ. ૧૫.૭૫ લાખ કરોડ) થી વધુનું નુકસાન થયું છે.
રોઇટર્સના અહેવાલ મુજબ, ૈંઈઈઁછ હેઠળ લાદવામાં આવેલા ટેરિફથી અમેરિકાને દરરોજ ડોલર ૫૦૦ મિલિયન (રૂ. ૪,૫૦૦ કરોડ) થી વધુનો ખર્ચ થઈ રહ્યો હતો. હવે જ્યારે આ ટેરિફ રદ કરવામાં આવ્યા છે, ત્યારે કંપનીઓ રિફંડ માંગી શકે છે.
ટેરિફ અંગે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો વક્તવ્ય ચાલુ છે. સોમવારે ટ્રમ્પે ચેતવણી આપી હતી કે જો કોઈ દેશ વેપાર કરારના નામે અમેરિકા સાથે રમત રમવાનો પ્રયાસ કરશે, તો તેમને વધુ ટેરિફનો સામનો કરવો પડશે.