અપુરતા વરસાદની સ્થિતિએ ઓખામંડળ તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા પ્રાંત અધિકારીને આવેદનપત્ર

અપુરતા વરસાદની સ્થિતિએ ઓખામંડળ તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા પ્રાંત અધિકારીને આવેદનપત્ર

(પ્રતિનિધિ દ્વારા)
દ્વારકા તા.૧૪
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાલુ વરસાદની સીઝનમાં નહિંવત વરસાદની સ્થિતિ હોય તેમાં પણ ઓખામંડળ તાલુકામાં તો માત્ર અડધા ઈંચ આસપાસ જ વરસાદની સ્થિતિ હોય ભારતીય કિસાન સંઘ ઓખામંડળ તાલુકા દ્વારા આજરોજ દ્વારકા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માંગ કરી છે. આવેદનપત્રમાં જણાવ્યાનુસાર જિલ્લામાં નહિંવત વરસાદની સ્થિતિ હોય ઘણા ખેડૂતો વાવણી પણ કરી શકયા નથી. જેથી આ વર્ષે સરકાર દ્વારા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે, પશુઓ માટે પૂરાતા પ્રમાણમાં ઘાસડેપો શરૂ કરાય, ખેડૂતોનું ચાલુ વર્ષનું પાકધિરાણ માફ કરવામાં આવે તેમજ પશુઓ તેમજ લોકો માટે પીવાના પપીણની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.