અમેરીકાએ વેનેઝુએલાના ૬પ અબજ બેરલ ખનીજતેલ પર કબ્જાે કર્યો
વોશીંગ્ટન તા.૨૯:
ઈરાન સાથેના તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટ પર એરલિફટ પ્રતિબંધ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે એક મહત્વપૂર્ણ દાવો કર્યો છે. તેમણે કહ્યું કે વેનેઝુએલા સાથેનો સોદો વિશ્વનો સૌથી મોટો તેલ સોદો છે. ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે આ સોદો અમેરિકાના લોકોના હિત માટે અને ગેસોલિનના ભાવ ઘટાડવા માટે કરવામાં આવ્યો હતો. ટ્રમ્પે જણાવ્યું હતું કે આ સોદા દ્વારા, અમેરિકા હવે વેનેઝુએલાના ૬૫ અબજ બેરલથી વધુના તેલ ભંડાર પર નિયંત્રણ ધરાવે છે. ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું, મારી સૂચના પર, રાજ્ય સચિવ માર્કો રુબિયો અને સંરક્ષણ સચિવ પીટ હેગસેથે, વેનેઝુએલાના વચગાળાના રાષ્ટ્રપતિ સાથે પરામર્શ કરીને, સોદાને અંતિમ સ્વરૂપ આપ્યું છે. આ પછી, વેનેઝુએલાના ૬૫ અબજ ડોલરના તેલ ભંડાર પર અમારું નિયંત્રણ છે. અમેરિકન નાગરિકોના હિત સાથે કોઈ સમાધાન કરવામાં આવ્યું નથી. તેમણે જણાવ્યું હતું કે અમેરિકાને ઇંધણનો પુરવઠો હવે બમણો થશે, અને ગેસના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થશે.


