રાજયમાં સવારે ૧૪ ડીગ્રી, બપોરે ૩૪ ડીગ્રી તાપમાન સાથે બેવડી ઋતુનો અનુભવ

રાજયમાં સવારે ૧૪ ડીગ્રી, બપોરે ૩૪ ડીગ્રી તાપમાન સાથે બેવડી ઋતુનો અનુભવ

(બ્યુરો)        રાજકોટ, તા.૨૭
નવેમ્બર મહિનો પુરો થવાના આરે હોવા છતાં રાજયમાં હજુ કડકડતી ઠંડી નથી અને બેવડી ઋતુનો અનુભવ થતો રહ્યો છે. મોડીરાત્રે અને વહેલી સવારનાં સમયને બાદ કરતા તાપમાન ઉંચુ જ રહ્યું છે. જોકે આજે રાજયના તલીયા, ઓખા, પોરબંદર, રાજકોટ, દ્વારકા જેવા સેન્ટરોમાં તાપમાન નોર્મલ કરતા ૨.૫ ડીગ્રી સુધી નીચુ હતું. રાજયના હવામાન વિભાગનાં રીપોર્ટ પ્રમાણે આજે રાજકોટમાં ન્યુનતમ તાપમાન ૧૪.૪ ડીગ્રી નોંધાયુ હતું તેની સામે મહતમ તાપમાન ૩૪.૨ ડીગ્રી હતું અર્થાત શિયાળામાં પણ બપોરે તો ઉનાળા જેવો તાપ જ હતો.