વેરાવળ નજીક ડારી રોડ પર આવેલ ગેરેજમાં ભીષણ આગ લાગી

વેરાવળ નજીક ડારી રોડ પર આવેલ ગેરેજમાં ભીષણ આગ લાગી

ગીર સોમનાથ તા. રર
વેરાવળ નજીક ડારી રોડ પર છાત્રોડાનાં પાટીયા પાસે આવેલ એક ગેરેજમાં ગઈકાલે બપોરે અચાનક આગ ભભુકી ઉઠી હતી. અને જેને કારણે રીપેરીંગમાં આવેલા વાહનો આગની ઝપેટમાં આવી ગયા હતાં. i20 કાર અને મચ્છીની બોગી બળીને ખાખ થયા હતાં. આગ લાગ્યાની જાણ વેરાવળ ફાયર બ્રીગેડને કરવામાં આવતાં ફાયર બ્રીગેડનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવી અને ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી.