ટ્રમ્પે ફરી એકવાર નોબલ શાંતિ પુરસ્કાર મળવાની માંગણી કરતો દાવો રજુ કર્યો !!

ટ્રમ્પે ફરી એકવાર નોબલ શાંતિ પુરસ્કાર મળવાની માંગણી કરતો દાવો રજુ કર્યો !!

(એજન્સી)       વોશિંગ્ટન તા.૦૮
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર નોબેલ શાંતિ પુરસ્કાર પર પોતાનો દાવો રજૂ કર્યો હતો. ટ્રમ્પે કહ્યું કે મેં ૮ યુદ્ધો બંધ કરાવ્યાં છે. ટ્રમ્પે કહ્યું, હું મારી પ્રશંસા નથી કરી રહ્યો, માત્ર તથ્યો જણાવી રહ્યો છું. મેં દુનિયાને વિનાશથી બચાવી છે. કદાચ કોઈ પણ રાષ્ટ્રપતિએ આટલાં યુદ્ધો રોક્યા નથી. ટ્રમ્પ લાંબા સમયથી પોતાના કૂટનીતિક પ્રયાસો માટે આ પુરસ્કારના હકદાર હોવાનો દાવો કરતા રહ્યા છે.
આ પહેલાં જૂન ૨૦૨૫માં પણ ટ્રમ્પે આ પુરસ્કાર પર પોતાનો દાવો રજૂ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે તેમને આ પુરસ્કાર ૪ કે ૫ વખત મળવો જોઈતો હતો. ૨૦૨૬ના નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત ૯ ઑક્ટોબરે નૉર્વેની નોબેલ સમિતિ કરશે. ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કારને લઈને કરવામાં આવેલા દાવા તેમના બીજા કાર્યકાળ પહેલાંના છે. પ્રથમ કાર્યકાળ દરમિયાન પણ તેમણે ઉત્તર કોરિયા સાથેના પોતાના રાજદ્વારી પ્રયાસોનો અનેક વખત ઉલ્લેખ કર્યો હતો.