‘નેશન ફર્સ્ટ’ તમારો મૂળ મંત્ર હોવો જાેઈએ : વડાપ્રધાન મોદી

IIT ખડગપુરની સ્થાપનાના ૭૫ વર્ષની ઉજવણીના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય મહેમાન બન્યા

‘નેશન ફર્સ્ટ’ તમારો મૂળ મંત્ર હોવો જાેઈએ : વડાપ્રધાન મોદી

(એજન્સી)          ખડકપુર તા.ર૧
પીએમએ કહ્યું- IITએ અહીં ઘણા માઇલસ્ટોન બનાવ્યા છે. ૭૫ વર્ષોમાં ભારતે બળદગાડાથી બુલેટ ટ્રેન સુધી, ટપાલપત્રોથી સોશિયલ મીડિયા સુધી ઘણું બધું બદલાતું જોયું છે. હું અહીં તમામ વિદ્યાર્થીઓ, સ્ટાફ અને તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને અભિનંદન આપું છું. સાથીઓ, IITની યાદો એવી હોય છે, જે વર્ષો સુધી યાદ રહે છે. તેઓ ચા પર તેની ચર્ચા કરે છે પીએમએ કહ્યું- ૨૦૪૭ સુધીમાં ઘણા લોકો લીડરશિપ પોઝિશનમાં હશે. તેથી તમારી દરેક સફળતા દેશ માટે મહત્વપૂર્ણ હશે. તમારે હંમેશાં પોતાને આ સવાલ પૂછવો છે કે દેશ સામે એવા કયા પડકારો છે, જેને તમે ઉકેલી શકો. નેશન ફર્સ્ટ તમારો મૂળ મંત્ર હોવો જોઈએ.  પીએમ મોદી IIT ખડગપુરની પ્લેટિનમ જ્યુબિલી એટલે કે સ્થાપનાના ૭૫ વર્ષના કાર્યક્રમમાં સામેલ થયા હતા. IIT ખડગપુર દેશની પ્રથમ IITસંસ્થા છે. 
પ્લેટિનમ જ્યુબિલી કાર્યક્રમમાં IIT ખડગપુરના ડિરેક્ટરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું. તેમણે જણાવ્યું કે અમે વિશ્વ માટે ભારતના લક્ષ્ય પર કામ કરી રહ્યા છીએ. પીએમ મોદીએ IIT ખડગપુરના ૭૫ વર્ષ પૂર્ણ થવા પર સિક્કો બહાર પાડ્યો હતો. વડાપ્રધાને જણાવ્યું કે, આપણે પડકારને પડકાર આપીએ છીએ કે કેટલી જલ્દી સંતુષ્ટ થઈને બેસી જઈએ છીએ. ઘણી વાર કેટલાક લોકો પોતાની વિચારસરણી પર લીમીટ મૂકી દે છે. આને જ લિમિટિંગ બિલીફ્સ કહેવામાં આવે છે, તેનો અર્થ છે પોતાના સપનાઓ, પ્રતિભા અને દેશની ક્ષમતાને મર્યાદિત કરી દેવી જાેઈએ.