પશ્ચિમ બંગાળમાં યોજાઈ રહેલું અંતિમ તબક્કાનું મતદાન : નિર્ણાયક સાબિત થશે
7 જીલ્લાની 142 બેઠકો પર યોજાઈ રહેલા મતદાનમાં પ્રારંભીક કલાકોમાં જ 40 ટકા મતદાન : પ્રથમ તબક્કાના મતદાનનો રેકોર્ડ તુટશે ?
કોલકતા, તા.૨૯
પશ્ચિમ બંગાળમાં આજે હિંસક છમકલા વચ્ચે વિધાનસભા ચુંટણીના બીજા તબકકાની 142 બેઠકો પર ઉત્સાહભેર મતદાન રહ્યુ છે. મુખ્યમંત્રી મમતા બેનરજી, વિપક્ષી નેતા શુવેન્દુ અધિકારી સહિતના રાજકીય મહાનુભાવોના ભાવી આજે ઈવીએમમાં કેદ થશે.
પશ્ચિમ બંગાળની વિધાનસભાની 294 બેઠકોની ચુંટણી બે તબકકામાં જાહેર થઈ હતી. પ્રથમ તબકકામાં 152 બેઠકો પર 93.14 ટકા રેકોર્ડબ્રેક મતદાન થયુ હતુ. આજે બીજા તબકકામાં આજે ૧૪૨ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે.
સાત જીલ્લામાં 3.22 મતદારો 1400થી વધુ ઉમેદવારોનું ભાવી ઘડશે. આજે સવારે મતદાન શરૂ થયુ ત્યારથી જ મતદાન કેન્દ્રો પર મતદારોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. આજનુ મતદાન કોલકતા, હાવડા, નોર્થ-સાઉથ પરગણા, નાદીયા, હુગલી તથા બર્ધમન જીલ્લાઓમાં છે જે તૃણમુલ કોંગ્રેસ માટે પ્રભુત્વ ધરાવતા જીલ્લા છે.
ગત ટર્મમાં આ 142 બેઠકોમાંથી ટીએમસીને 123 તથા ભાજપને 18 બેઠકો મળી હતી એટલે આજના મતદાનના પરિણામો રાજયનુ રાજકીય ભાવિ નકકી કરી શકે છે. ટીએમસી ઝા તથા મુખ્યમંત્રી મમતા બેનરજીએ આજે કોલકતા નજીક મતદાન મથકની મુલાકાત લીધી હતી.


