સર્વાઈકલ કેન્સર સામે આવતીકાલથી દેશવ્યાપી રસીકરણ ઝુંબેશ
એજન્સી) નવી દિલ્હી,તા.૨૭:
સર્વાઇકલ કેન્સરને રોકવા માટે, કેન્દ્ર સરકાર ૨૮ ફેબ્રુઆરીએ રાષ્ટ્રવ્યાપી હ્યુમન પેપિલોમાવાયરસ રસીકરણ ઝુંબેશ શરૂ કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજસ્થાનના અજમેરથી આ રાષ્ટ્રીય કાર્યક્રમ શરૂ કરશે. આ અભિયાન હેઠળ, દેશભરમાં ૧૪ વર્ષની આશરે ૧૧,પ૦,૦૦૦ કિશોરીઓ સરકારી આરોગ્ય કેન્દ્રો પર મફત રસી મેળવશે. સરકારી માહિતી અનુસાર, ભારતમાં દર વર્ષે સ્ત્રીઓમાં સર્વાઇકલ કેન્સરના આશરે ૮૦,૦૦૦ નવા કેસ નિદાન થાય છે, જ્યારે આશરે ૪૨,૦૦૦ મહિલાઓ આ રોગથી મૃત્યુ પામે છે.


