‘વંદેભારતમ્’ને દેશના ખૂણે-ખૂણેથી મળ્યો અભૂતપૂર્વ પ્રતિસાદ
૨૬,૦૦૦ થી વધુ અરજીઓમાંથી, ‘વંદેભારતમ્’ પ્રથમ જૂથની પસંદગી : આ રાષ્ટ્રવ્યાપી અનોખી પહેલ દ્વારા વિવિધ ક્ષેત્રોના ઉભરતા સાહસિકોને યોગ્ય માર્ગદર્શન, ઉદ્યોગ જગત સાથે જાેડાણ અને મૂલ્યાંકનની તકો મળશે
અમદાવાદ, તા.૧૧
અદાણીગ્રૂપનાચેરમેન ગૌતમ અદાણી દ્વારા શરૂ કરવામાં આવેલા ‘વંદેભારતમ્’ પહેલ હેઠળ શ્રેષ્ઠ નવતર વિચારકો અને નવા બિઝનેસ શરૂ કરનારા શ્રેષ્ઠ લોકોને પસંદ કરવામાં આવ્યા છે. દેશભરમાંથી મળેલી ૨૬,૦૦૦થી વધુ અરજીઓમાંથી પ્રથમ જૂથની પસંદગી કરવામાં આવી છે. ‘વંદેભારતમ્’ પહેલ માટે દેશના દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાંથી અરજીઓ આવી છે. જેમાં ખેતી, આરોગ્ય, શિક્ષણ, ટેક્નોલોજી, ઉત્પાદન, સંરક્ષણ અને પર્યાવરણ જેવા અનેક ક્ષેત્રોનાઅનોખા વિચારો સામે આવ્યા છે. અલગ-અલગ વિસ્તારો અને પૃષ્ઠભૂમિમાંથી આવેલા આ નવતર વિચારકો દેશની સમસ્યાઓ ઉકેલવા, દેશના વિકાસમાં ફાળો આપવા અને સકારાત્મક બદલાવ લાવવાના એક સરખા લક્ષ્ય સાથે એકસાથે આવ્યા છે.
પ્રતિભા કે કૌશલ્ય દરેકમાં હોય છે, પછી ભલે ત્યાં તક કે સવલત હોય કે ન હોય. આ જ વિચાર સાથે ‘વંદેભારતમ્‘ શરૂ કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય હેતુ હોંશિયાર નવતર વિચારકોને અનુભવી માર્ગદર્શકો, ઉદ્યોગનાદિગ્ગજાે અને નવી તકો સાથે જાેડવાનો છે, જેથી તેમના વિચારો એક સફળ બિઝનેસમાં બદલાઈ શકે. આ પહેલ શ્રી અદાણીની એ ઊંડી ભાવના પર આધારિત છે કે જે દેશે તેમને સપના જાેવાની, કશુંક નવું સર્જવાની અને આગળ વધવાની તક આપી છે, તે દેશને કંઈક પાછું આપવું અને અન્ય લોકો માટે પણ પ્રગતિના એ જ રસ્તા ખુલ્લા કરવા.
પ્રથમ ગ્રૂપનાલોન્ચિંગ પ્રસંગે ગૌતમ અદાણીએ જણાવ્યું કે, ‘જ્યારે હું આ નવતર વિચારોનેજાેઉં છું, ત્યારે મને આવતીકાલના ભારતનું ઉજ્જવળ ભવિષ્ય દેખાય છે. પ્રતિભા કે કૌશલ્ય માત્ર મોટા શહેરો પૂરતા મર્યાદિત નથી હોતા, તો પછી તકો પણ શા માટે મર્યાદિત હોવી જાેઈએ ? મને પૂરી આશા છે કે વર્ષો પછી જ્યારે આપણે આ પહેલા ગ્રૂપ તરફ પાછા વળીને જાેઈશું, ત્યારે આમાંથી જ એવા નવતર વિચારકો અને ઉદ્યોગસાહસિકો જાેવા મળશે જેમણે ભારતને બદલી નાખનારા વિશાળ સાહસો ઊભા કર્યા હશે. આ તેમની સફળતાની શરૂઆત છે અને ‘વંદેભારતમ્‘નું પણ આ પ્રથમ ચરણ છે.
‘વંદેભારતમ્‘ માત્ર એક સ્પર્ધા નથી, પણ એનાથી કંઈક વિશેષ છે. તેનો લાંબા ગાળાનો હેતુ એક એવું રાષ્ટ્રીય મંચ તૈયાર કરવાનો છે, જે નવા વિચારોને શરૂઆતથી જ ઓળખી લે. સાથે જ, ભારતના મુખ્ય ઉદ્યોગ મથકો સિવાયના નાના શહેરો કે વિસ્તારોના નવતર વિચારકોને પણ એવા લોકો અને સંસ્થાઓ સાથે જાેડવાનો છે, જે તેમની સફળતાનીસફરને વધુ ઝડપી બનાવી શકે.


