પોરબંદર SOG પોલીસની મધ્ય પ્રદેશમાં સફળ રેઇડ, મહારાણા મિલની ચાલીમાંથી પકડાયેલ ૩.૧ કિલો ગાંજા પ્રકરણનો મુખ્ય સપ્લાયર ઝબ્બે

અઢી-ત્રણ મહિનાથી નાસતા-ફરતા મુખ્ય આરોપી ‘ટોન્ટી’ને MPના અશોકનગરથી દબોચી ૭૨ કલાકના ટ્રાન્ઝિસ્ટ વોરંટ સાથે પોરબંદર લાવ્યો

પોરબંદર SOG પોલીસની મધ્ય પ્રદેશમાં સફળ રેઇડ, મહારાણા મિલની ચાલીમાંથી પકડાયેલ ૩.૧ કિલો ગાંજા પ્રકરણનો મુખ્ય સપ્લાયર ઝબ્બે

(પ્રતિનિધિ દ્વારા)
ગોસા(ઘેડ) તા.ર૭
પોરબંદર એસ.ઓ.જી. દ્વારા ગાંજાના જથ્થા સાથે ઝડપાયેલા આરોપીની પૂછપરછમાં સામે આવેલા સપ્લાય ચેઇનના વધુ આરોપીઓ સામે હાથ ધરાયેલી કાર્યવાહી દરમ્યાન છેલ્લા અઢી-ત્રણ મહિનાથી પોલીસ પકડથી બચી રહેલા મુખ્ય આરોપીને મધ્યપ્રદેશના અશોકનગરથી ઝડપી પાડવામાં સફળતા મળી છે.  જૂનાગઢ રેન્જ આઇ.જી.પી. રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા પોલીસ અધિક્ષક  ભગીરથસિંહ જાડેજાનાઓ તથા પોરબંદર શહેર ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબાનાઓએ નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરેલ હોય. સદરહું ગુન્હાની ગંભીરતા ધ્યાને લઈ કમલાબાગ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર એસ.જી.સોલંકીની સુચના અને માર્ગદર્શન અન્વયે આરોપીને પકડવા માટે પ્રયત્ન ચાલુ હોય તે દરમીયાન પોલીસ સબ ઈન્સ્પેકટર આર.ડી.વાંદા તથા લોકરક્ષક કૌશિકકુમાર રામજીભાઇ સોલંકી તથા પ્રકાશ ગોવિંદભાઇ કળોતરા નાઓને સંયુક્ત રાહે ચોક્કસ બાતમી હકીકત મળેલ કે સદરહુ ગુનાનો નહિ પકડાયેલ આરોપી શોભા ઉર્ફે ટોન્ટી વિનોદભાઇ ગીર મધ્યપ્રદેશ રાજ્યના અશોકનગર શહેર ખાતે હોય જેથી હ્યુમન ઇન્ટેલિજન્સ, સતત દેખરેખ, ટેક્નિકલ સર્વેલન્સ અને ચોક્કસ બાતમીના આધારે શોધખોળ કરી છેલ્લા અઢી-ત્રણ મહિનાથી પોલીસ પકડથી બચવા માટે નાસતો ફરતો આરોપી શોભા ઉર્ફે ટોન્ટી સ/ઓ વિનોદભાઇ ગોકલભાઈ ગીર ઉ.વ.૨૪ ધંધો. ટ્રેનમાં અટેન્ડન્ટની પ્રા.નોકરી રહે. ગામ અમરપુર દેવરા તા.પીછોર જી.શિવપુરી રાજ્ય-મધ્યપ્રદેશ હાલ રહે.જેલ કોલોની પછારી એરીયા, કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તાર તા.જી. અશોકનગર રાજ્ય-મધ્યપ્રદેશ ખાતે વહેલી સવારે છાપો મારતા આરોપી તેના મકાનના પાછળના દરવાજેથી ભાગતા તરત જ દબોચી લઇ ઝડપી પાડી આરોપીને અશોકનગર જીલ્લા ન્યયાલયમા રજુ કરી ૭૨ કલાકના ટ્રાન્ઝિસ્ટ વોરંટ મેળવી મધ્યપ્રદેશ ખાતેથી પોરબંદર લાવવામા આવેલ છે અને વધુ તપાસ હાલ ચાલુ છે. આ કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓમાં પોલીસ સબ ઈન્સ્પેકટર આર.ડી.વાંદા, કૌશિકકુમાર રામજીભાઇ સોલંકી, લોકરક્ષક પ્રકાશ ગોવિંદભાઇ કળોતરાનાઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી.
Ganja Case, Porbandar SOG, Ashoknagar, Madhya Pradesh, Police Action, Drug Supply Chain, Wanted Accused, Arrest, Crime News, Gujarat Police