નવાબંદર ગામેથી ગેરકાયદેસર ખેરના લાકડાનો જથ્થો ઝડપાયો
ગીર સોમનાથ તા. ૧૧
ગીરગઢડા તાલુકાનાં નગડીયા ગામેથી લાવવામાં આવી રહેલો ખેરનાં લાકડાનો જથ્થો ઝડપી લેવામાં આવેલ છે. વન વિભાગની બાતમીનાં આધારે ચેકીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બોલેરો વાહનને અટકાવી તપાસ કરતાં બે ટનથી વધુ ખેરના લાકડાનો જથ્થો મળી આવ્યો હતો. બોલેરો ચાલક ભાવેશ સવજી ભીલની વન વિભાગ દ્વારા અટકાયત કરવામાં આવી છે અને લાકડુ કયાંથી કાપ્યું તેમજ કોને આપવાનું હતું ? તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.


