જૂનાગઢમાં દામોદર કુંડ ખાતે આજે શનેશ્વરી અમાસ નિમિત્તે ભાવિકોનો મહેરામણ

દામોદર કુંડ ખાતે સ્નાનવિધિ, પિતૃતર્પણ કરવા માટે ભાવિકો ઉમટી પડયા

જૂનાગઢમાં દામોદર કુંડ ખાતે આજે શનેશ્વરી અમાસ નિમિત્તે ભાવિકોનો મહેરામણ

જૂનાગઢ તા. ૧૦
સર્વ પિતૃ અમાસ એટલે કે આજે અમાસ અને શનિવારનો દ્રિવિધ સંયોગ હોવાથી શનેશ્વરી અમાસનું ખુબ જ મહત્વ રહેલું છે ત્યારે આજે દામોદર કુંડ ખાતે શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડયા છે. અને પિતૃ તર્પણ તેમજ પિતૃ વંદનાના કાર્યક્રમો યોજવામાં આવી રહયા છે. શ્રાધ્ધ પક્ષની પૂર્ણાહુતિ અને શનેશ્વરી અમાસનાં આજના દિવસે પિતૃઓની કૃપા મેળવવાનો આજનો દિવસ શ્રેષ્ઠ છે ત્યારે પ્રાચીન દામોદર કુંડમાં સ્નાનાવિધિ તેમજ મોક્ષ પીપળે પાણી રેડી પિતૃતર્પણ કરવા આજે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડયા છે. પિતૃ તર્પણ કર્યા બાદ ગરીબોને અન્નદાન, વસ્ત્રદાન અને રોકડદાન કરી ભાવિકોએ પૂણ્યનું ભાથુ બાંધ્યું છે. આજે દામોદર કુંડ ખાતે ભાવિકોનો સતત પ્રવાહ રહયો હોવાને પગલે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે.