ટ્રમ્પે ભારતીય અર્થતંત્રની વૃધ્ધિ અને ઓછા વ્યાજદરોની પ્રશંસા કરી

ટ્રમ્પે ભારતીય અર્થતંત્રની વૃધ્ધિ અને ઓછા વ્યાજદરોની પ્રશંસા કરી

(એજન્સી)     વોશિગ્ટન,તા.૨૧:
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના ઓછા વ્યાજ દરોની પ્રશંસા કરી છે અને યુએસ સેન્ટ્રલ બેંકની ટીકા કરી છે. ટ્રમ્પે ભારતનું ઉદાહરણ આપતા કહ્યું કે જો અમેરિકા આવી જ ઉદાર નીતિ અપનાવે તો તેનું અર્થતંત્ર વધુ ઝડપથી વિકાસ પામી શકે છે. તેમણે કહ્યું કે જ્યારે પણ અમેરિકાના આર્થિક આંકડા મજબૂત હોય છે, ત્યારે ફેડરલ રિઝર્વ વ્યાજ દર વધારીને દેશને બરબાદ કરે છે.ભારત સમાચાર કવરેજ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય અર્થતંત્રની પ્રશંસા કરી અને પોતાના દેશની કેન્દ્રીય બેંક, ફેડરલ રિઝર્વ પર નિશાન સાધ્યું. ભારતના ઓછા વ્યાજ દર અને ૭% આર્થિક વિકાસનો ઉલ્લેખ કરતા ટ્રમ્પે કહ્યું કે જો અમેરિકા આવી જ નીતિ અપનાવે તો તેનો GDP વૃદ્ધિ દર ૧૪, ૧૫ અથવા તો ૨૦% સુધી પહોંચી શકે છે. તેમણે યુએસ ફેડરલ રિઝર્વ પર વ્યાજ દરો પ્રત્યે રાજકીય અભિગમ અપનાવવાનો આરોપ લગાવ્યો. નોંધનીય છે કે થોડા દિવસો પહેલા ટ્રમ્પે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પણ પ્રશંસા કરી હતી અને તેમને કઠોર વ્યક્તિ ગણાવ્યા હતા.
ટ્રમ્પે યુએસ ફેડરલ રિઝર્વ પર રાજકીય હોવાનો આરોપ લગાવ્યો અને વ્યાજ દરમાં વધારા માટે દેશના નીચા વિકાસ દરને જવાબદાર ઠેરવ્યો. વ્હાઇટ હાઉસ ખાતે એક પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન ટ્રમ્પે કહ્યું કે અમેરિકામાં વિશ્વમાં સૌથી ઓછા વ્યાજ દર હોવા જોઈએ. તેમની સાથે ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ અને સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો પણ હતા.