હોટેલ - રેસ્ટોરાને સવિર્સ ચાર્જ વસુલવાનો અધિકાર નથી : દિલ્હી હાઈકોર્ટ

હોટેલ - રેસ્ટોરાને સવિર્સ ચાર્જ વસુલવાનો અધિકાર નથી : દિલ્હી હાઈકોર્ટ

(એજન્સી)    નવી દિલ્હી, તા.૨૧
દિલ્હી હાઈકોર્ટે એક મહત્વના ચુકાદામાં જણાવાયું હતું કે, હોટેલ અને રેસ્ટોરા ગ્રાહકની સંમતિ વગર આપોઆપ સવિર્સ ચાર્જ વસુલી શકે નહી. હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂતિર્ નિતીન સામ્બ્રેના વડપણ હેઠળની ખંડપીઠે તેનો અગાઉનો ચુકાદો માન્ય રાખ્યો છે અને હોટેલ-રેસ્ટોરાને આપોઆપ સવિર્સ ચાર્જ વસુલવાની છુટ આપી શકાય નહી તે ફરી એક વખત સ્થાપિત કર્યુ હતું. કેન્દ્ર સરકાર વતી રજુ થયેલા એડીશ્નલ સોલીસીટર જનરલ ચેતન શર્માએ પણ સમર્થન આપતા કહ્યું હતું કે, કેટલાક રેસ્ટોરા અને હોટેલો સવિર્સ ચાર્જ કંપલસરી એટલે કે ફરજીયાત ગણાવે છે પરંતુ તે નથી. અગાઉ હાઈકોર્ટે જે ૨૦૨૨માં ચુકાદો આપ્યો હતો તે રજુ કર્યો હતો અને ફરજીયાત સવિર્સ ચાર્જ વસુલતા હોટેલ-રેસ્ટોરા સામે કાનુની કાર્યવાહીનો અધિકાર અદાલતને છે તે પ્રસ્થાપીત કર્યુ.