આસામમાં વાયુસેનાનું સુખોઈ ફાઈટર જેટ ક્રેશ : બન્ને પાયલોટના મોત

આસામમાં વાયુસેનાનું સુખોઈ ફાઈટર જેટ ક્રેશ : બન્ને પાયલોટના મોત

નવી દિલ્હી તા.૦૬ :
ભારતીય હવાઈદળનું સુખોઈ-૩૦ એમ.કે.આઈ. લડાયક વિમાન આસામમાં તૂટી પડતા બન્ને પાઈલોટના મૃત્યુ થયા છે. આ દુર્ઘટના આસામના કરાલી આંગલોગ જીલ્લામાં દુર્ઘટનાગ્રસ્ત થયુ હતું. ગઈકાલે સાંજે બનેલી આ દુર્ઘટનામાં સુખોઈ-૩૦ જોહરટના એરફોર્સ બેઝથી ઉડાન ભર્યા બાદ થોડીજ મીનીટોમાં એટલે કે સાંજે ૭.૪૨ કલાકે તેનો સંપર્ક તૂટી જતા એલર્ટ જારી કરાયુ હતું અને મોડી રાત્રીના કરલી એંગલોંગમાં જોહરટથી ફકત ૬૦ કી.મી. દુર તેનો કાટમાળ મળ્યો હતો. જેમાં સ્કોડ્રન લીડર અનુજ અને ફલાઈટ લેફ. પુર્વેશ દુરાગકરના મૃત્યુ થયા છે. ટુ-સીટર ફાઈટર જેટ વિમાન રશિયન બનાવટનુ છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ વિમાન અચાનક જ જમીન પર ધસી પડતા મોટા વિસ્ફોટ સાથે આગ જોવા મળી હતી. તેઓએ તુર્તજ સ્થાનિક પોલીસને જાણ કરી હતી અને હવાઈદળની ટીમ પણ પહોંચી ગઈ હતી.