જીલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની માળીયા હાટીના ખાતે ઉજવણી : ઉર્જા મંત્રી કૌશીકભાઈ વેકરીયાના હસ્તે ધ્વજવંદન
પોલીસ જવાનોની પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમો, વિશિષ્ટ સિધ્ધી પ્રાપ્ત કરેલ વ્યકિતઓનું સન્માન સહિતના કાર્યક્રમો યોજાયા
જૂનાગઢ તા.૧પ
દેશભરમાં આજે ૮૦માં સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે અને ધ્વજવંદન સહિતના કાર્યક્રમો યોજાયા છે. દરમ્યાન જૂનાગઢ જીલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન-બાન અને શાનથી ઉજવણી કરવામાં આવી હતી. જૂનાગઢ જીલ્લા કક્ષાનાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી માળીયા હાટીના ખાતે કરવામાં આવી હતી. ધ્વજવંદન સહિતનાંકાર્યક્રમ યોજાયા હતા આ કાર્યકર્મમાં ખાસ ઉપસ્થિત રહેલા રાજયના ઉર્જામંત્રી અને જીલ્લાના સહપ્રભારી મંત્રી કૌશીકભાઈ વેકરીયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી. આ તકે પોલીસ જવાનોની પરેડ, દેશભક્તિને ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. આ તકે ઉર્જા મંત્રી કૌશીકભાઈ વેકરીયાએ ૮૦માં સ્વાતંત્ર્ય પર્વની પ્રજાજનોને શુભેચ્છા પાઠવી હતી. તેમજ ભારત દેશને આઝાદી અપાવનારા સ્વાતંત્ર્ય સેનાની તેમજ શહીદ વીરોના યોગદાનને યાદ કરવામાં આવેલ તેમજ ભારત માતાના વીર સપુતોને સત્ સત્ નમન કરીને તેમનાં યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું વધુમાં આજના કાર્યક્રમ દરમ્યાન વિશિષ્ટ સિધ્ધી પ્રાપ્ત કરેલ વ્યકિતઓનું સન્માન કરવામાં આવેલ હતું. જૂનાગઢ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં જૂનાગઢના સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય ભગવાનજી કરગઠીયા, દેવાભાઈ માલમ, જીલ્લા પંચાયત પ્રમુખ લીનાબેન કાવાણી તેમજ રાજકીય ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા આ ઉપરાંત જૂનાગઢ જીલ્લા કલેકટર યોગેશ ચૌધરી, જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા તેમજ વહીવટી તંત્રના અધિકારીઓ-પદાધીકારીઓ તેમજ પ્રજાજનો ઉપસ્થિત રહયા હતા અને જીલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ગૌરવભેર અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.


